-
આઈ.એમ. ન્યુ ગુજરાતી પ્લેટફોર્મ ખરા અર્થમાં લોકપયોગી અને લોકાભિમુખ: ડો. રાહુલ ગુપ્તા
-
એક જ છત્ર નીચે પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયા, ચેનલ અને એગ્રીગેટર પ્લેટફોર્મનો સંગમ અનેરો
-
અબતક મીડિયા ગ્રુપના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા સાથે રાજકોટ જિલ્લાના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા
રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા આજે ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને ‘અબતક’ મીડિયા ગ્રુપના આઈ.એમ. ન્યુ ગુજરાતીનુ પ્લેટફોર્મ ખરા અર્થમાં લોકઉપયોગી અને લોકાભિમુખ હોવાનું જણાવી આ પ્લેટફોર્મ જિલ્લાની અનેકવિધ સમસ્યાઓનું નિરાકરણ આપતું પ્લેટફોર્મ હોવાનું જણાવ્યું હતું.
વધુમાં જિલ્લા કલેકટરે ‘અબતક’ મીડિયા હાઉસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર પ્રજાભિમુખ કામગીરી કરી રહ્યું છે તેમાં લોકોને કોઈપણ પ્રશ્નો હોય તો સુજાવોને તેઓએ આવકાર્યા હતા. ‘અબતક’ મીડિયા હાઉસની પ્રિન્ટ મીડિયા, ડિજીટલ મીડિયા, ચેનલ તેમજ આઈ.એમ. ન્યુ ગુજરાતી એગ્રીગેટરના ચર્તુવિધ સમન્વયને નિહાળી એક જ છત્ર નીચે થતી અનેકવિધ પ્રવૃતિઓની પ્રશંસા કરી મીડિયા હાઉસના જુદા જુદા વિભાગોને પણ મુલાકાત લઈ કામગીરીને પ્રત્યેક્ષ નિહાળી હતી.