ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી
ગુરૂ બીના જ્ઞાન ન ઉપજે…
દેશમાં શિક્ષકોની ૧૦ લાખ જગ્યાઓ ખાલી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે. લોકસભા દ્વારા તેવું કહેવામાં આવ્યું છે. જેમાં ઉતર પ્રદેશમાં સૌથી વધુ જગ્યા શિક્ષકોની ખાલી છે તો બીજી તરફ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જમ્મુ-કાશ્મીરમાં પણ શિક્ષકોની જગ્યા ખાલી છે. ૩૧ માર્ચ ૨૦૧૭ના સર્વે પ્રમાણે આ તારણ બહાર આવ્યું છે.
આ અંગે લોકસભામાં એચઆરડી મિનિસ્ટર ઉપેન્દ્ર ક્રુશવાહએ જાણકારી આપતા જણાવ્યું કે કુલ ૫૧,૦૩,૫૩૯ શિક્ષકોની ખાલી જગ્યામાંથી ૯,૦૦,૩૧૬ જગ્યાઓ હજી ખાલી છે. ૭,૫૯,૮૨૮ જગ્યાઓમાંથી મુખ્યત્વે ઉતર પ્રદેશમાં ૨,૨૪,૩૨૭ જગ્યાઓ શિક્ષકોની ખાલી છે. જયારે બિહારમાં ૫,૯૨,૫૧૪ જગ્યાઓ ખાલી છે. સિક્કિમમાં ૮૦૯૨ જગ્યાઓ ખાલી છે. ઓરિસ્સામાં ૨,૨૯,૦૦૬ જગ્યાઓ ખાલી છે. જયારે ગોવા ૫૬૯૪ શિક્ષકો જોઈએ છે. આ દરેક રાજયમાં કાયમી કે હંગામી ધોરણે શિક્ષકો ટકતા નથી.
આ અંગે જવાબ આપતા તેમણે કહ્યું કે, સેક્ધડરી લેવલમાં ૬,૮૫,૮૯૫ જગ્યાઓમાંથી ૧,૦૭,૬૮૯ જગ્યાઓ પર શિક્ષકો નથી. આમા ૨૫,૬૫૭ શિક્ષકો ઘટે છે. જમ્મુ-કાશ્મીરમાં ૨૧,૨૨૧ શિક્ષકોની જગ્યા ખાલી છે તો બિહારની વાત કરીએ તો ૪૮,૪૬૮ સેકશન પોસ્ટમાંથી ૧૭,૧૫૪ જગ્યાઓ ખાલી છે. રાજસ્થાન ૫૬,૫૧૨ જગ્યા ખાલી છે. દમણી અને દિવમાં ૧૩૯ જગ્યા ખાલી છે. આંદામાન નિકોબારમાં ૭૮૨ જગ્યા ખાલી છે અને આંધ્રપ્રદેશમાં ૧,૫૪૩ જગ્યાઓ ખાલી છે. જયારે મણીપુરમાં ૪૦૬ અને મિઝોરમમાં ૧૮૬૪ જગ્યાઓ ખાલી છે. આમ જે જગ્યા પર શિક્ષકો જ નથી તે જગ્યાએ જ્ઞાન કયાંથી મળે.