નોટા નાબૂદ થતા સત્તા પક્ષ વિપક્ષ એક થયું
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની એ સૂચિ પર સવાલ ઉઠાવ્યા જેમાં રાજયસભા ચૂંટણીમાં બેલેટ પેપરમાં ઉપરમાથીકોઈ નહી (નોટા)ની અનુમતિ આપવામાં આવી છે. કોર્ટે કહ્યું કે નોટાની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે પ્રત્યક્ષ ચૂંટણીમાં કોઈ વ્યકિત મતદાતા તરીકે આ વિકલ્પનો ઉપયોગ કરી શકે જો કે આમ પણ રાજયસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ યોગ્ય નથી. કોર્ટે કહ્યું કે રાજસભાની ચૂંટણી આમ પણ ઉલજન ભરેલી છે.ત્યારે ચૂંટણી પંચ તેને વધુ જટીલ બનાવી રહી છે. કાયદો કોઈ પણ વિધાયકને ‘નોટા’નો ઉપયોગ કરવાની છૂટ નથી આપતો પરંતુ નોટીફીકેશન પ્રમાણે ચૂંટણી પંચ એમએલએને વોટ નહી આપવાનો અધિકાર આપી શકે છે. જયારે તે તેનું સંવૈધાનિક દાયિત્વ છે. તો એ ‘નોટા’નો રસ્તો નથી અપનાવી શકતો. અમને આના પર શંકા છે કે ‘નોટા’ના ઉપયોગથી કોઈ વિધાયકને ઉમેદવારનો વોટ આપતા રોકી શકાય છે. તો બીજી તરફ જસ્ટીસ ડીવાઈ ચંદ્રચુડે કહ્યું કે બેલેટ બોકસમાં નાખતા પહેલા કોઈ વિધાયક બેલેટ પેપર શું કામ દેખાડે.
આ સમગ્ર કેસની સુનવાની કરતા કેન્દ્ર સરકારે ગુજરાત કોંગ્રેસના ચીફ વ્હીપ શૈલેષ મનુભાઈ પરમારની અરજીનું સમર્થન કર્યું અને કહ્યું કે ‘નોટા’નો ઉપયોગ રાજસભા ચૂંટણી દરમિયાન નહી થાય કેન્દ્ર સરકારે કહ્યું કે નોટાનો ઉપયોગ ત્યાં જ થશે. જયાં પ્રતિનિધિ જનતા દ્વારા ચૂંટાતા હોય પરંતુ રાજયસભામાં તેનો ઉપયોગ નહી થઈશકે કેમકે પ્રતિનિધિ પ્રત્યક્ષ રીતે નથી ચૂંટાતા.
આ અગાઉ ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટમાં જવાબ દાખલ કરતા કહ્યું હતુ કે રાજયસભા ચૂંટણીમાં ‘નોટા’ સુપ્રિમકોર્ટનાં આદેશ પ્રમાણે છે. અને આ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને ચૂંટણીમાં લાગુ થાય છે. ચૂંટણી પંચ પોતાના કરારનામામાં એ પણ કહ્યું કે ‘નોટા’ની સામે ગુજરાત કોંગ્રેસની અરજી અદાલતી કાર્યવાહીનો દૂરઉપયોગ ‘નોટા’ રાજયસભા ચૂંટણીમાં ૨૦૧૪થી લાગુ છે. જયારે કોંગ્રેસે ૨૦૧૭માં આ અંગે ચુનૌતી આપી હતી.
જો કે કોર્ટના આ આદેશથી રાજયસભાની ચૂંટણીમાં કંઈક અલગ જ સ્વરૂપ જોવા મળશે. આ નિર્ણયને પગલે ભાજપ કોંગ્રેસની સાથે સાથે એનડીએ પણ એક થઈ ગઈ છે.