મહેફિલમાંથી ૩૫ નંગ બિયર અને વ્હિસ્કીની બોટલો મળી
૩૬ મોબાઇલ કબ્જે ફરિયાદની કાર્યવાહી સવાર સુધી ચાલતા મહેફિલ માણનારાઓની ઉંઘ ઉડી ગઇ
વલસાડ નજીકના નંદીગ્રામ ગામ પાસેના દુલસાડ ખાતેના કાજલ ફાર્મ ખાતે ચાલતી મહેફિલમાં પોલીસે પાડેલા દરોડામાં ૪૨ લોકોની ધરપકડ દર્શાવી હતી. જે પૈકી એક આરોપી સગીર વયનો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે પોલીસે ૨૨ વાહનો, બિયર અને વ્હિસ્કી મળી ૩૫ બોટલો અને ૩૬ નંગ મોબાઇલ કબ્જે કરતાં મહેફિલ માણનારાઓનો નશો રાત્રે જ ઉતરી ગયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ એલસીબી, એસઓજી અને રુરલ પોલીસે બાતમીના પગલે રવિવારે રાત્રે દુલસાડ ગામ નજીકના કાજલ ફાર્મમાં ચાલતી મહેફિલમાં દરોડો પાડી ૪૨ લોકોને દારુની મહેફિલ માણતાં રંગે હાથો ઝડપી પાડયા હતા. આ તમામને પોલીસ ફાર્મ હાઉસમાંથી પોલીસની બસમાં લાઇનસર બેસાડી રુરલ પોલીસ પર લાવી હતી.
ત્યારબાદ પોલીસે તમામ સામે આખી રાત ફરિયાદ નોંધવાનું કામ કર્યું હતુ. જે સવારે ૮ વાગ્યા સુધી ચાલ્યું હતું. આ દરમિયાન પોલીસે રાત્રે જ તમામના આલ્કોહોલ ટેસ્ટ સિવિલ હોસ્પિટલમાં કરાવ્યા હતા. જોકે, ફરિયાદ સવાર સુધી ચાલતાં પોલીસ અને મહેફિલમાં પકડાયેલા તમામે તમામ ૪૨ લોકોની ઉંઘ ઉડી ગઇ હતી.
પોલીસે તમામને પોલીસ સ્ટેશનના બે રુમમાં વહેંચી કાઢ્યા હતા. જેના પગલે એક રુમમાં ૨૦ અને બીજા રુમમાં ૨૦ લોકોએ એક સાથે રાત કાઢી હતી. પોલીસે ફાર્મ હાઉસ ખાતેથી ૨૨ વાહનો અને બિયર-વ્હિસ્કીની ૩૫ બોટલો તથા ૩૬ નંગ મોબાઇલ કબ્જે લીધા હતા.
આ લોકો દારુની મહેફિલ માણતાં ઝડપાયા
રણછોડ આહિર (ઉ.વ.૩૯) લીલાપોર વલસાડ, રાજેશ ઉર્ફે રાજુ મરચાં (ઉ.વ.૫૩) તરિયાવાડ વલસાડ, દિપેન પટેલ (ઉ.વ.૩૨) કાંપરી, વલસાડ, મનિષ પટેલ (ઉ.વ.૩૧) છરવાડા વલસાડ, પાર્થ પટેલ (ઉ.વ.૧૯) કાંપરી વલસાડ, ધનશ્યામ પટેલ (ઉ.વ.૨૯) ધમડાચી, વલસાડ, ઇબ્રાહિમ શેખ (ઉ.વ.૪૭) ધોબીતળાવ વલસાડ, ધુ્રવ પટેલ (ઉ.વ.૧૮) કાંપરી વલસાડ, પાર્થ પટેલ (ઉ.વ.૨૮) છરવાડા વલસાડ, અકબર શેખ (ઉ.વ.૪૦), ધોબીતળાવ વલસાડ, વિક્રાન્ત પટેલ (ઉ.વ.૨૬) ચીખલા, વલસાડ, અંકુર પટેલ (ઉ.વ.૩૫), કાંપરી, વલસાડ, મિતુલ પટેલ (ઉ.વ. ૩૫) છરવાડા વલસાડ,કામીલ પટેલ (ઉ.વ.૩૪) કુંડી વલસાડ, અંકિત પટેલ (ઉ.વ.૨૯) ધેજ ચિખલી, યતીન પટેલ (ઉ.વ. ૨૯) કાંજણહરી, વલસાડ, હેમંત પટેલ (ઉ.વ.૩૫) માંજરી ચિખલી, જયદીપ પટેલ (ઉ.વ.૩૦) ઘેજ, ચિખલી, કમલ પટેલ (ઉ.વ.૩૨), માલવણ વલસાડ, મૌલિક પટેલ (ઉ.વ.૨૯) ઉંટડી વલસાડ, જય પટેલ (ઉ.વ.૩૧) પારનેરા વલસાડ, શુશીલ પટેલ (ઉ.વ.૪૦) ડુંગરી વલસાડ, મિલન પટેલ (ઉ.વ.૩૦) છરવાડા વલસાડ, વિમલ મોદી (ઉ.વ.૩૬) સાંઢપોર વલસાડ, નિલેષ પટેલ, ઘેજ ચિખલી, અજ્જુ શેખ સંયોગ નગર, વલસાડ, સંતોષ પટેલ, કાંપરી વલસાડ, જયનીલ પટેલ, કાંપરી વલસાડ, દર્શન પટેલ, ચિખલી, આકાશ પટેલ (ઉ.વ.૨૨) છરવાડા વલસાડ, જીતેન્દ્ર પટેલ (ઉ.વ.૫૨) છરવાડા, વલસાડ, પાર્થ પટેલ (ઉ.વ.૨૫) છરવાડા વલસાડ, દિવ્યેશ પટેલ (ઉ.વ.૩૧) ચિખલા વલસાડ, મેહુલ પટેલ (ઉ.વ. ૨૫) કાંપરી વલસાડ, હરી ટંડેલ (ઉ.વ.૩૦) લીલાપોર વલસાડ, અદિત પટેલ (ઉ.વ.૩૦) કાપરી વલસાડ, પ્રતિક રાઠોડ (ઉ.વ.૫૦) કાપરી વલસાડ, શંકર રાઠોડ (ઉ.વ.૫૦) કાપરી વલસાડ, દીપ પટેલ (ઉ.વ.૨૦) કાપરી વલસાડ, કેયુર પટેલ (ઉ.વ.૨૮) કાપરી વલસાડ.
આ વાહનો કબ્જે કર્યા
કોરોલા કાર (નં. જીજે ૨૧ એમ ૧૬૬૬), મારુતી સ્વીફ્ટ કાર( નં. જીજે ૧૫ સીડી ૪૭૭૫), મારુતી વેગનઆર કાર (નં. જીજે ૧૫ ડીડી ૭૬૩૧), મારુતી ઝેન કાર (નં. જીજે ૧૫ કે ૩૫૨૨), મારુતી બ્રેઝા કાર (નં. જીજે ૧૫ સીજી ૩૪૭૫), મારુતી સ્વીફ્ટ ડિઝાયર કાર (નં. જીજે ૧૫ સીજી ૬૭૭૩), મારુતી વાન કાર (નં. જીજે ૧૫ પીપી ૧૩૮૬), મારુતી વેગનઆર કાર (નં. જીજે ૧૫ એડી ૨૬૨), મારુતી સ્વીફ્ટ કાર (નં. જીજે ૧૫ સીજી ૬૨૪૩), મારુતી સ્વીફ્ટ (નં. જીજે ૧૫ સીએ ૬૦૩૧), મારુતી વાન (નં.જીજે ૧૫ ડીડી ૮૩૪૬), મારુતી અલ્ટો (નં. જીજે૧૫ એડી ૧૨૮૦), હ્યુન્ડાઇ આઇ૧૦ (નં. જીજે ૧૫ સીએફ ૦૦૫૦), મારુતી એસ્ટાર (નં.જીજે ૧૫ એડી૨૦૫૭), મારુતી અલ્ટો (નં. જીજે ૧૫ પીપી ૪૨૯૩), હ્યુન્ડાઇ ક્રેટા (નં. જીજે ૧૫ સીએફ૮૧૮૨), હ્યુન્ડાઇ આઇ૧૦ (નં.જીજે ૧૫ સીએચ ૪૦૦૪), સીબીઝેડ બાઇક (નં. જીજે ૧૫ એજે ૭૨૭૫), બુલેટ બાઇક (નં. જીજે ૧૫ બીએમ ૪૭૬૮), એક્ટિવા મોપેડ (નં. જીજે ૧૫ બીપી ૭૩૭૫), બજાજ પલ્સર (નં. જીજે ૧૫ બીઆર ૦૦૬૫ ) અને નંબર વિનાનું બુલટ.