૮૪ સિઘ્ધ ઋષિઓએ તપ કરેલા ધુનાઓના આજે પણ જીવંત દર્શન થાય છે
દેશના છેવાડે આવેલ ઓખા ગામ અને અહીંથી પાંચ કિલોમીટરના દરીયા માર્ગે આવેલ ૪૦ કી.મી.ની વિશાળ ત્રીજીયા ધરાવતા ટાપુની તપોભૂમિ પર દ્વારકાધીશની પટરાણીના મુખ્ય મંદીર સાથે અનેક એવી પુરાણીક સ્થાનો આવેલ છે અને અનેક જોવા લાયક સ્થાનો અને મંદીરો પણ પણ અહીં આવેલ છે. જેમાંનું એક ચોર્યાશી ધુના સિઘ્ધપીઠ કે જે કૃષ્ણ કાળની સૌથી પુરાણી જગ્યા માનવામાં આવે છે.
ઓખાથી દરીયા માર્ગે દરરોજ હજારોની સંખ્યામાં અહી યાત્રીકો અને પ્રવાસીઓ આવે છે. તેમાંયે તહેવારો અને વેકેશનમાં અહી ખુબ જ ટ્રાફીક રહે છે. અહીંની ધુધવતા સાગરની જલયાત્રામાં સાથે વિદેશી સીગુલ પક્ષીઓ પણ પ્રવાસી સાથે બોટમાં ઉડતા જોવા મળે છે. અને યાત્રીકો પણ આ સીગુલ પક્ષીને દારીયા બી અને બીસ્કીટ આપે છે. આ નજારો યાત્રીકોનો યાદગાર નજારો બની રહે છે.
બેટ દ્વારકા ગામથી આશરે પાંચ કી.મી. ના અંતરે આવેલું ૮૪ ધુના સિઘ્ધપીઠ ની જગ્યા અતિ પુરાનું પવિત્ર સ્થાન છે તેની બાજુમાં વિશ્વ પ્રસિઘ્ધ એવું હનુમાન દાંડી મંદીર આવેલું છે. જયા દર્શન કરવા અનેક યાત્રીકો અને પ્રવાસીઓ અચુક આવે છે એક લોક વાયકા પ્રમાણે આ મંદીરમાં ૮૪ સિઘ્ધ રૂષીમુનીઓએ અહી અખંડ તપશ્ચર્યા કરી તેઓએ અહી આ મંદીરમાં ૮૪ ધુણા સિઘ્ધપીઠની સ્થાપના કરી છે.
આ આશ્રમ ઉદાસીન પંથના મહારાજ મંદીરનો કારોબાર સંભાળે છેે. સૌ પ્રથમ અહી શ્રી પુષોતમદાસજી મહારાજ ત્યારબાદ નંદલાલ મહારાજ ત્યારબાદ સુખદેવદાસજી મહારાજ અને અત્યારે ગોવિંદદાસજી મહારાજ આ આશ્રમની વ્યવસ્થા સંભાળી છે. તમામ મહારાજોની સમાધી સાથે અલગ અલગ મંદીરો અને મુર્તિઓ આ પવિત્ર ભુમીને આજે પણ શોભાવી રહ્યા છે.
અહીં ચંદ્ર ભગવાન તથા આશાપુરા માતાજીના મંદીર પણ આવેલ છે આ તપોભૂમિમાં છેલ્લા ૫૦ થી ૬૦ વર્ષથી અખંડ ધુણો ધુખી રહ્યો છે. આજે પણ તેની ભભૂમિ પ્રસાદી રુપે દર્શનાથીઓ લઇ જઇ છે. અને વર્ષોથી ભકિત ભજન અને ભોજનના ભંડારાઅ અહી ચાલી રહ્યા છે.
આ સુનદર સ્થળે વૃક્ષની છાયામાંશાંતિના વાતાવરણ મળવા અહી મુલાકાતીઓના જીવનની યાદગાર ક્ષણો બની જાય છે. અહીના યુવા કથાકાર ગૌરાગભાઇ જોષીનું કહેવું છે કે બેટ દ્વારકાની યાત્રાએ આવતા દરેક યાત્રીકોએ ૮૪ ધુણાના દર્શન માટે જરુર દર્શનાથે આવું જોઇ જેના દર્શન માત્રથી ૮૪ જન્મોના પાપનો નાશ થાય છે.