કોંગ્રેસની નેતાગીરીને “દુ:ખે છે પેટ અને કુટે છે માથું “
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખે ભાજપ પર આક્ષેપ કરતાં પહેલા માધવસિંહભાઈએ જન્મદિવસ નિમિત્તે જે સલાહ આપી છે તેને ધ્યાનમાં લેવી જોઈએ. તેઓએ સ્પષ્ટ કીધું છે. જૂના નેતાઓનું સ્થાન લઈ શકે તેવાં કોઈનેતા હાલ કોંગ્રેસમાં દેખાતાં નથી અને કોગ્રેસે પ્રજાના પ્રશ્નોમાં ધ્યાન આપવું જોઈએ. આ ટકોરમાં જ સ્પષ્ટ થાય છે કે, હાલની કોંગ્રેસની નેતાગીરી નબળી છે અને કોંગ્રેસ માત્ર આંતરીક જૂબંધીમાં કાર્યરત છે. પ્રજાના પ્રશ્નોમાં અને પ્રજાલક્ષી કાર્યક્રમોમાં ધ્યાન આપતી નથી.
પંડ્યાએ જણાવ્યું હતું કે, નવરાત્રી વેકેશનએ વાલીઓ અને વિર્દ્યાથીઓની લાગણી-માંગણી હતી. તમામ યુનિવર્સિટીઓ પણ કુલપતિઓની બેઠકમાં નિર્ણય કરી એકેડેમીક કેલેન્ડરમાં વ્યવસ્થા કરેલ છે. ભણતરના દિવસો બગડવાના નથી. નવરાત્રી એ દેશ-વિદેશમાં ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ બની છે. નવરાત્રી એ શક્તિ-ભક્તિ, આધ્યાત્મિક, ઉત્સાહ અને ઉત્સવનું પ્રતિક છે. લોકો શરીર-મન-હ્યદયી નવદુર્ગાની આરાધના કરતાં હોય છે.
કોંગ્રેસ હંમેશા દેશની સંસ્કૃતિ, પરંપરા અને સભ્યતાની વિરૂદ્ધમાં જ રહીને વિવાદ ઊભો કરવાનો કેમ પ્રયાસ કરે છે તે સમજાતું ની. કોંગ્રેસ જે.એન.યુ.માં દેશવિરોધી, માનવતા વિરોધી અને સંસ્કૃતિ વિરોધી કાર્યક્રમોનો કોંગ્રેસ વિરોધ કરતું ની અને અહીંયા નવરાત્રી વેકેશનનો કોંગ્રેસ વિરોધ કરીને વિવાદ ઊભો કરવાની કોશિશ કરે છે. કોંગ્રેસ “વિકાસનો વિરોધ કરે, કોંગ્રેસ “નર્મદાનો વિરોધ કરે અને હવે કોંગ્રેસ “નવરાત્રીનો પણ વિરોધ કરે છે ત્યારે ગુજરાતની યુવાશક્તિ અને મહિલાશક્તિ કોંગ્રેસની આ નકારાત્મકતાને જોઈ રહી છે.