રાજય સરકારના કેબીનેટ તથા રાજય કક્ષાના મંત્રીઓ અલગ અલગ જીલ્લાઓમા ઘ્વજવંદન માટે ઉ૫સ્થિત રહેશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં ઝીલશે સલામી
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વાતંત્ર્ય કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજધાની ગાંધીનગર ખાતે જ કરવાના બદલે રાજયના અલગ અલગ જીલ્લાઓમાં કરવાની પરંપરા શરુ કરી છે. જે અંતર્ગત આગામી ૧પમી ઓગષ્ટ અર્થાત સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે જયાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઘ્વજવંદન સમારોહમાં ખાસ ઉ૫સ્થિત રહેશે.
રાજય સરકારના કેબીનેટ મંત્રીઓ પૈકી આર.સી.ફળદુ અમદાવાદામાં, ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં, કૌશિકભાઇ પટેલ સુરતમાં, સૌરભભાઇ પટેલ મહેસાણામાં, ગણપસિંહ વસાવા દાહોદમાં, જયેશભાઇ રાદડીયા જામનગરમાં, દીલીપકુમાર ઠાકોર કચ્છમાં, ઇશ્ર્વરભાઇ પરમાર ભરૂચમાં, કુંવરજીભાઇ બાવળીયા અમરેલીમાં જયારે રાજયકક્ષાના મંત્રી પૈકી પ્રદિપસિંહ જાડેજા જુનાગઢમાં, પરબતભાઇ પટેલ બનાસકાંઠામાં, બચુભાઇ ખાબડ પંચમહાલ, જયદશસિંહજી પરમાર ખેડામાં, ઇશ્ર્વરસિંહ પટેલ વલસાડમાં, વાસણભાઇ આહિર પાટણમાં, શ્રીમતિ વિભાવરીબેન દવે સાબરકાંઠામાં, રમણલાલ પાટકર આણંદમાં અને કિશોરભાઇ કાનાણી નવસારીમાં ઘ્વજવંદન સમારોહમાં ઉ૫સ્થિત રહેશે.
મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, તાપી, દાહોદ, ગાંધીનગર, મહિસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ જીલ્લામાં સંબંધીત જીલ્લાના જીલ્લા કલેકટરના હસ્તે ઘ્વજ સમારોહ યોજાશે.