ગુજરાત રાજ્યમા દારુબંધી માત્ર નામનીજ હોય તમ લાગે છે ત્યારે દેશી હોય વિદેશી દારુ રાજ્યના કોઇપણ ખુણે ખુબજ આરામથી મળી જાય છે. રાજ્યમા જ્યારે પાણીના પાઉચ મળવા મુશ્કેલ છે ત્યારે દેશીદારુની કોથળી મળવી એટલીજ આશાન સાબિત થાય છે ત્યારે પોલીસની છત્રછાયા નીચે દારુનો વેપાર કરતા કેટલાક બુટલેગરો હવે એટલી હદે વટી ચુક્યા છે કે પોતે ખુલ્લે ખુલ્લેઆમ રાજૂયમા દેશીદારુનો ધંધો કરે છે તેવુ લોકોને જણાવવા અને પોતાની પ્રસીધ્ધી માટે સોસીયલ મિડીયામા વિડીયો વાઇરલ કરે છે. પરંતુ પોલીસ આ બધુ મુકપ્રેષક થઇને માત્ર જોયાજ કરે છે.
ત્યારે હાલમાજ એકાદ વર્ષ પહેલા સુરેન્દ્રનગરમા વિદેશીદારુ વેચનાર શૈલેષ કોળી નામના બુટલેગરે પોતાની સાથે એલ.સીબીના બે પીએસઆઇની પાર્ટનરશિપ હોવાનો ખુલાશો કરી સોશીયલ મિડીયા પર પોતાનો વિડીયો વાઇરલ કયોઁ હતો. ત્યારે ફરી એક વખત ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના મહેશ કાત્રોલા દ્વારા પોતાના ગામમા ખુલ્લેઆમ ચાલતી દેશીદારુની ભઠ્ઠીનો વિડીયો પોતાના ફેઇસબુક એકાઉન્ટ પર શેર કયોઁ છે.
આ વિડીયો 25 જુલાઇના રોજ મહેશ કાત્રોલા નામના વ્યક્તિ દ્વારા ફેઇસબુક પર અપલોડ કરાયો છે જે વિડીયોમા ત્રણ દેશીદારુની ભઠ્ઠી પાસે ત્રણ શખ્સો ત્યાર બાદ ખાટલા પર બેઠેલા 2 શખ્સો તથા એક મહિલા પણ સામેલ છે ખુલ્લેઆમ ચાલતી દેશીદારુની ભઠ્ઠી એટલુ તો જરુર સાબિત કરે છે કે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દારુ વેચનારાઓ પર કાર્યવાહી કરવામા પાછી પાની કરે છે અથવા એવુ પણ હોય શકે કે તાલુકા પોલીસની લીલીઝંડી હોવાથી જ આ દેશીદારુની ભઠ્ઠી ચાલતી હોય ? ત્યારે ઠાકોર સેના અથવા અન્ય કોઇ ગ્રામજનો દ્વારા દેશીદારુનુ વેચાણ થતા ઉગ્ર રજુવાત કરાય તો પોલીસ એકલ દોકલને ઝડપી લઇ પાંચ અથવા પચીસ લીટરનો કેસ કરી પોતાની કામગીરી દર્શાવે છે પરંતુ ધ્રાંગધ્રા પંથકમા તેવા કેટલાક મોટા બુટલેગરો છે જે દરરોજનુ 500 લિટરથી પણ વધુ દેશીદારુ બનાવી અન્ય લોકોને હોલસેલ કરે છે.
આવા કેટલાક મોટા બાઘડબિલ્લાઓ પર પોલીસ ક્યારેય પણ કાર્યવાહી અથવા ફરીયાદ હાથ ધરતી નથી અને દિવસ હોય કે રાત આ મોટા બુટલેગરોની ભઠ્ઠી હંમેશા ચાલુ જ હોય છે. તેવામા હાલતો જીવા ગામે એક સાથે પાંચ બેરલમા ઉતારતા દેશીદારુનો લાઇવ વિડીયો સોશીયલ મિડીયા પર વાઇરલ થતા તાલુકા પોલીસના કાયદો અને વ્યવસ્થાને આવા શખ્સો ઘોળીને પી ગયા હોય તેમ સાબીત થઇ ગયુ છે.
- ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે ચાલતી દેશીદારુની ભઠ્ઠીનો વિડીયો ફેઇસબુક એકાઉન્ટ પર મહેશ કાત્રોલા દ્વારા અપલોડ કરેલો છે.
- ખુલ્લેઆમ ચાલતી દેશીદારુની ભઠ્ઠીનો વિડીયો વાઇરલ કરી બુટલેગરો શુ સાબિત કરવા માંગે છે.?
- ધ્રાંગધ્રા તાલુકા પોલીસની કામગીરી અને ભુમિકા પર કેટલાક સવાલો ઉભા થાય છે.
- હાલમાજ આર.આર.સેલ દ્વારા પથૃગઢ ગામે વિદેશીદારુ પ્રકરણમા પીએસઆઇ તથા જમાદાર સસપેન્ડ કરાયા તો પછી આ દેશીદારુનો વિડીયો જગજાહેલ હોવા છતા પોલીસ પર કાર્યવાહી કેમ નહિ?