આગામી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે
ભારતીય મહિલા હોકી ટીમે સંઘર્ષ બતાવતા તો કેવળ સારા રેન્ક મેળવવા એટલુ જ નહીં પરંતુ અમેરિકાની ટીમને ૧-૧ની બરાબરી પર રોકી લીધી અને વિશ્વ કપના નોક આઉટમાં પણ પ્રવેશ મેળવી લીધો. ભારતીય ટીમ હવે ક્રોસ ઓવર મેચ માટે ઉતરશે જયારે સાતમા નંબરની અમેરિકન ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
નિયમ મુજબ ચાર ગ્રુપમાં મુખ્ય ટીમ સીધી કર્વાટર ફાઈનલ માટે કવોલિફાઈડ કરશે. જયારે બાકીની ચાર ટીમનો ફેસલો બીજા અને ત્રીજા સ્થાનની ટીમો વચ્ચે ક્રાંસ ઓવર મેચ થશે. જેમાં અંતિમ આઠ માટે બાકીની ચાર ટીમ નકકી થશે. અમેરિકાને મારગોકસ પાઉલિનોએ ૧૧મી મીનીટે વધારો કર્યો હતો પરંતુ ૩૧મી મીનીટે ભારતીય કપ્તાન રાની રામપાલે બરાબરી કરી લીધી.
ભારતીય ટીમે આક્રમક શઆત કરી હતી પરંતુ ફારવર્ડ સર્કલમાં મોકો ન મેળવી શકે. સાતમી મિનિટે જ ભારતને પહેલુ પેનલ્ટી કોર્નર મળી ગયું હતું પરંતુ અમેરિકન ગોલકીપરે સારો બચાવ કર્યો. એક ગોલ છુટયા બાદ ભારતે પહેલી કવાર્ટરની સમાપ્ત પહેલા બે પેનલ્ટી કોર્નર મેળવી લીધુ પરંતુ ડ્રેગકિલકર ગુરજીત કૌર બંને સ્તરે નિષ્ફળ રહી. બીજા કવાર્ટરમાં અમેરિકાને પણ પેનલ્ટી કોર્નર મળ્યુ પરંતુ ભારતીય રક્ષકોએ ખતરો ટાળી દીધો. ચોથી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યું પરંતુ રાનીના શોટને ગોલ કીપર જૈકી બ્રિગ્સે રોકી લીધો ત્યારબાદ અમેરિકાના બે પેનલ્ટી કોર્નરને રોકવામાં ભારતીય ગોલકીપર સવિતા પુનિયા ખરા ઉતર્યા.
ત્રીજા કવાર્ટરમાં પેનલ્ટી કોર્નર પર રાનીએ ભારતને બરાબરી અપાવી દીધી. અંતિમ કવાર્ટરમાં ભારતને છઠ્ઠી પેનલ્ટી કોર્નર મળ્યું હતું પરંતુ ગુરજીતના શોટને ગોલકીપરને રોકી લીધો. અંતિમ ક્ષણોમાં ભારતે મજબુત રીતે રમી અમેરિકાને આગળ આવવાનો મોકો ન આપ્યો. ઉલ્લેખનીય છે કે પુલ-બીમાં આયરલેન્ડ બે મેચોમાં બે જીતને લઈને ૬ અંકો સાથે પહેલા સ્થાન પર છે ત્યારે બીજા સ્થાન પર ૨ અંકો સાથે ઈંગ્લેન્ડ છે જેણે ભારત અને અમેરિકા બંને સાથે ડ્રો રમ્યા છે ત્યાં જ ભારત અને અમેરિકાના બે-બે અંક થઈ ગયા છે પરંતુ ગોલ અંતર વધારે હોવાથી ભારત ત્રીજા સ્થાન પર કાયમ છે.
ગ્રુપનો છેલ્લો મુકાબલો આયરલેન્ડ અને ઈંગ્લેન્ડની વચ્ચે થશે. ભારતીય ટીમ આ મેચમાં આયરલેન્ડ સામે જીતવાની દુઆ કરશે. જો ઈંગ્લેન્ડ ડ્રો પણ કરી લે છે તો તેના ત્રણ અંક થઈ જશે અને તે આગળના લેવલે પહોંચી જશે. આયરલેન્ડના જીતવાથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે.