અપૂર્વમુનિ સ્વામિની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
રાજકોટમાં ઘણી બધી સામાજીક અને સેવાકીય સંસ્થા છે. ફિડમ યુવા ગ્રુપ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે. ત્યારે તેનો ૨૦ વર્ષ પૂર્ણ કરી ૨૧માં વર્ષમાં સેવાક્ષેત્રે ગૌરવપૂર્ણ મંગલ પ્રવેશ કરી પોતાની સફરનો સ્મૃતિ ગ્રંથ સંવેદનાનું વિમોચન સમારોહ કરવામાં આવ્યો હતો. આ ગ્રંથનું વિમોચન સ્વામી નારાયણ બીએપીએસ સંપ્રદાયના પ.પૂ. અપૂર્વમૂનિ સ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતુ.
આ ગ્રંથમાં ફિડમ યુવા ગ્રુપની અત્યાર સુધીની સેવાકીય સફરની માહિતી આપવામાં આવી છે. આ ગ્રંથના વિમોચનનો મુખ્ય હેતુ લોકોને સેવાકીય કાર્ય પ્રત્યે જાગૃત કરવાનો છે આ સમારોહનો પ્રારંભ સર્વે સામાજીક અને સેવાકીય સંસ્થાઓનાં પ્રતિનિધિઓ દ્વારા દિપ પ્રાગટય કરીને કરવામાં આવ્યો હતો.
આ સમારોહમાં ઘણી બધી સામાજીક અને સેવાકીય સંસ્થાઓના પ્રતનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતુ અને નાના બાળકોને દરેક પ્રતિનિધિઓ તેમજ અપૂર્વમૂનિ સ્વામીના હસ્તે શિક્ષણ કીટ વિતરણ આપવામાં આવી હતી તેમજ અપૂર્વમૂની સ્વામીનું સાલ ઓઢાડી, તેમજ દરેક સંસ્થાના પ્રતિનિધિઓને સુતરનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતુ આ તકે ફિડમ યુવા ગ્રુપના સંચાલકો, તેમજ સામાજીક અને સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ રાજકીય આગેવાનોએ હાજરી આપી ફિડમ યુવા ગ્રુપની સફર વિશે જણાવ્યું હતુ અને શુભેચ્છા પાઠવી હતી.
તેમજ ત્યારબાદ અપૂર્વ મૂનિ સ્વામીએ પ્રાસંગીક પ્રવચન આપી, લોકોને સેવાકીય કાર્યો કરવાનો સંકલ્પ લેવડાવી ફિડમ યુવા ગ્રુપને શુભેચ્છા પાઠવી હતી. અને ખૂબ ખૂબ ઉતરોતર પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
અને ફિડમ યુવા ગ્રુપના ફાઉન્ડર ભાગ્યેશ વોરાએ અબતક સાથે ખાસ વાતચીત કરી જણાવ્યું હતુ કે ફિડમ યુવા ગ્રુપની સ્થાપનાને ૨૦ વર્ષ પૂર્ણ થઈ ૨૧માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે અને અમે ૨૦ વર્ષ સુધી ખૂબજ સામાજીક, શૈક્ષણિક, તબીબી પ્રવૃત્તિઓ સતત કરતા આવીએ છીએ અમારી ખૂબજ મોટી ટીમ છે. અને વધારે યુવાનોની ટીમ છે. અને ગરીબ વર્ગની તમામ જરીયાતો પૂરી પાડીએ છીએ દર બીજી ઓકટોબરે ગાંધી વિચાર યાત્રાનું પણ આયોજન કરીએ છીએ કોઠારી નિદાન કેન્દ્ર સાથે પણ અમારે કરાર છે.
અમે ધણી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને આજે અમારી બે દાયકાની સેવા સફર દર્શાવતું સ્મૃતિ ગ્રંથ સંવેદનાનું વિમોચન પ.પૂ. પૂર્વ મૂનિ સ્વામી કશ્યપભાઈ શુકલા સહિતના મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું છે. તેમજ આજે શૈક્ષણિક કીટ વિતરણ પણ છે. અને ૧૦ સામાજીક સંસ્થાઓનું સન્માન અમારા દ્વારા કરવામાં આવેલુ છે. અમારી સંસ્થામાં ૩૫૦ સભ્યો છે. અને ૩૦ કમીટી મેમ્બર છે. આરોગ્ય અને શૈક્ષણીક એજ અમા પાયાનું સુત્ર છે. અને તેના પર જ અમે ફોકસ કરીશું.