પર્યાવરણ માટે તમે શું કર્યું ? તે અંગે ખુલાસો પુછાશે
કોર્પોરેશન દ્વારા આજથી ફરી પ્લાસ્ટીક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે દરમિયાન આજે શહેરના ચુનારાવાડ ચોક વિસ્તારમાં પ્લાસ્ટીક ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવતા વેપારીઓ અને કોર્પોરેશનના સ્ટાફ વચ્ચે માથાકુટ થવા પામી હતી જોકે સીસીટીવી કેમેરાની મદદથી રૂ.૧૧ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાવનગર રોડ પર શકિત ટી સ્ટોલ (વડલાવાળા)ને પણ પ્લાસ્ટીકના ચાના કપ રાખવા સબબ રૂ.૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે શહેરના સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં અલગ અલગ રાજમાર્ગો પર પાન-માવાની ૧૨૩ દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે અંતર્ગત ૨૦ કિલો ૬૦૦ ગ્રામ પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂ.૪૭,૬૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ચાના પ્લાસ્ટીકના ૧ હજાર કપ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા કસ્તુરબા રોડ, રેસકોર્સ રીંગ રોડ, ગોંડલ રોડ, જંકશન રોડ, મંગળા રોડ, કૃષ્ણનગર મેઈન રોડ, સહકાર રોડ, યાજ્ઞિક રોડ, કોઠારીયા રોડ, ગાયત્રી રોડ સહિતના વિસ્તારોમાં ૭૯ પાન-માવાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૨ કિલો ૬૦૦ ગ્રામ પ્રતિબંધિત ચાના કપ અને પાન-માવાનું પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.૨૧,૭૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
ઈસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પારેવડી ચોક, કુવાડવા રોડ, ગોંડલ રોડ ચોકડી, ભાવનગર રોડ, ચુનારાવાડ ચોક, પેડક રોડ, કોઠારીયા રોડ, ૮૦ ફુટ રોડ, આડો પેડક રોડ સહિતના વિસ્તારોમાં ૪૪ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૮.૧૫ કિલો પાન-માવાનું પ્લાસ્ટીક અને ૧ હજાર ચાના કપ જપ્ત કરવામાં આવ્યા હતા. જયારે રૂ.૨૫,૯૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.