ગુજરાત રત્ન પૂ. સુશાંતમૂની અને રાષ્ટ્ર સંત પૂ. નમ્રમૂનિ મ.સા.ની શુભ નિશ્રામાં કેમ્પ યોજાયો
ગાદીપતી પૂ. ગુરૂદેવ ગિરીશમૂનિ મ.સા સંપ્રેરીત, તેમની તૃતીય વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે ગુજરાત રત્ન પૂ. ગુરૂદેવ સુશાંતમૂનિ અને રાષ્ટ્ર સંત પૂ ગુરૂદેવ નમ્રમૂનિ મ.સા મહારાજની શુભ નિશ્રામાં રવિવારે જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ શેઠ ઉપાશ્રય દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટ વોલંટરી બ્લડ બેંક એન્ડ રિસર્ચ સેન્ટરના સથવાર તૃતીય રકતદાન કેમ્પનું શેઠ ઉપાશ્રય ખાતે આયોજન કરવામાં આવ્યું હત. જેમાં લગભગ ૩૦૦થી વધુ રકતદાતાઓએ રકતદાન કર્યું હતુ.આ રકતદાન કેમ્પને સફળ બનાવવા માટે ચંદ્રકાંતભાઈ શેઠ, જગદીશભાઈ ગોસલીયા, દિનેશભાઈ ટીંબડીયા, વિજયભાઈ આશરા, હસુભાઈ શાહ, પ્રકાશભાઈ આશરા, જગદીશભાઈ શેઠ, ભાવીનભાઈ ઉદાણી અને જતીનભાઈ કોઠારીએ જહેમત ઉઠાવી હતી.હેમલ મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, શેઠ ઉપાશ્રય જૈન સંઘ અને ગુરૂદેવ ગીરીશચંદ્ર મહારાજની તૃતીય પૂણ્યતીથી ઉપલક્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કરી બીજાના જીવને બચાવવાની પ્રેરણા આપી છે.શેઠ ઉપાશ્રયના ટ્રસ્ટી પ્રકાશ આશરાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, રકતદાતા બીજાનો જીવ તો બચાવે છે અને પોતે પણ રકતદાન કરવાથી અનેક ફાયદા છે. આજના રકતદાન કેમ્પને ભવ્ય સફળતા મળી છે. લગભગ ૨૫૦થી વધુ રકતદાતાઓએ રકતદાન કર્યું હતુ.