ફેટી ફુડ ચીઝના પણ છે અનેક હેલ્થ બેનીફિટસ
સામાન્ય રીતે ચીઝને વધુ કેલેરી ધરાવતા ફેટી ફુડ તરીકે ગણવામાં આવે છે. જેમાં કોઇ ખાસ ન્યુટ્રીશન વેલ્યુ નથી પણ એવું નથી. ચીઝ ખરેખર હેલ્થી ખોરાક છે. આમ તો ચીઝ બધાને ભાવતુ જ હોય છે. ચીઝના કીમી અને નટી ફલેવરને કારણે તે ઇટાલીયન ફુડમા વધુ વપરાશ છે.
ઘણાં માને છે કે ચીઝ હેલ્થી નથી, પણ ખરેખર ચીઝના અનેક ફાયદાઓ છે. દુધની વસ્તુઓમાં બ્લુ, મોનીટરી, જેક, બ્રાઇ, ચેદાર, સ્વીસ, અમેરિકન, મોઝારેલ, ફેટા અને પરામસાન ફલેવરમાં ઉપલબ્ધ ચીઝ ડેરી પ્રોડકટમાં સૌથી વધુ વેરાવટી ધરાવતી વસ્તુ છે ફેટ અને પ્રોટીનની માત્રા હોવા છતાં ચીઝ હ્રદય માટે લાભદાયક છે. આ ઉપરાંત ચીઝ રોગપ્રતિકારક શકિત વધારવા તેમજ બ્રેઇન ફંકશનને સુધારવામાં પણ મદદરુપ બને છે.
ચીઝના એવા કેટલાક ફાયદાઓ રહેલા છે.
(૧) હેલ્થી બોન્સ:-
ચેઝ કેલ્શીયમ માટેનો શ્રેષ્ફ ખોરાક છે. જે હાડકાને મજબુત બનાવતા તમામ જરુરી ન્યુટ્રીયન્ટસથી ભરપુર છે. ખાસ પ્રસુતા સ્ત્રીઓ અથવા ઉછરતા બાળકોને પણ ચીઝ ખવડાવવું જોઇએ. કારણ કે ચીઝમાં કેલ્શીયમની સાથે વીટામીન બી પણ ભરપુર માત્રામાં મળે છે. જે હાકડાનો ઝડપથી કેલ્શીયમ શોષવા માટે તૈયાર રહે છે.
(ર) હેલ્થી હાર્ટ:-
હ્રદયને સ્વસ્થ રાખવા માટે ચીઝ ખુબ જ આવશ્યક છે. હેલ્થી ફેટથી ભરપુર ચીઝ શરીરના ફંકશનીગ માટે ઉપયોગ છે. ચીઝમાં પોટેશીય, ફોસફોરસ અને મેગ્નેશીયમનું કોમ્બીનેશન હોવાથી તે હેલ્થ માટે જડીબુટી સમાન છે.
(૩) ઓસ્ટોપોરોસીથી બચવા માટે:-
કેલ્શીયમની કમીને કારણ હાડકામાં ઓસ્ટોપછરોસીસની બીમારી થતી હોય છે. ચીઝમાં પ્રોટીન, કેલ્શીયમ, વિટામીન અને મિનરલ હોવાને કારણે ઓસ્ટોપોરોસિસથી બચી શકાય છે. મેનોપોઝ બાદ મહિલાઓને હાડકામાં ઓસ્ટોપોરોસિસ થતું હોય છે જેમાં હાડકાના છિદ્રો જરુર કરતાં વધુ પહોળા બની જાય છે.
(૪) વજનના નિયંત્રણ માટે:-
નેચરલ ફેટ હોવાથી ચીઝ વજનના નિયંત્રણ માટે પણ જરૂરી હોય છે. ચીઝની ઘણી વેરાવટી લો ફેટ ધરવાતી પણ હોય છે. મેટાબોલીઝમના નિયંત્રણ માટે ચીઝમાં રહેલ મિનરલ્સ મદદરૂપ બને છે.
(પ) કેન્સર સામે રક્ષણ:-
ચીઝમાં લીનોલેઇડ એસિડ અને ફિંગોલીપીડસ હોવાને કારણે તે કેન્સરમાં એન્ટીઓકસીડન્ટ તરીકે કામ કરે છે. માટે કેન્સર સામે ચીઝ રક્ષણ અપાવે છે.
(૬) ડેન્ટલ કેવિટી:-
હેલ્થી દાંત માટે કેલ્શીયમ અને ફોસફોરસ બન્ને જરૂરી હોય છે. ચીઝમાં રહેલ અન્ય મિનરલ્સ પણ દાંતની મજબુતી અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે બ્લુ, મોન્ટેરે જેક, બ્રાય, ચેદાર જેવી ચીઝનો નાનો હિસ્સો ખાવાથી પણ દાંતનું રક્ષણ કરી શકાય છે.
(૭) બ્રેઇન ફંડકશન:-
માણસનું મગજ શરીરનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે બ્રેઇનને હેલ્થી રાખવા માટે તમારા ખોરાક જવાબદાર હોય છે. ઓમેગા થ્રી એન ફેટી એસીડથી ભરપુર ચીઝ મગજને હેલ્થી રાખવા માટે ખુબ જ ઉપયોગી બને છે.
(૮) રોગપ્રતિકારક શકિત માટે:-
ચીઝ રોગ પ્રતિકારક શકિત વધારવા માટે પણ ઉપયોગી છે. ચીઝમાં રહેલા ગુડ બેકટેરીયા હેલ્થને સુધારે છે. અને શરીરને રોગ સામે રક્ષણ અપાવવા માટે મજબુત બનાવે છે.