દેશના શેરબજારોમાં આ સપ્તાહના પહેલા કારોબારી દિવસે ગયા સપ્તાહની તેજીની અસર જોવા મળી રહી છે. બંને મુખ્ય સૂચકાંક અને નિફ્ટી તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ 71 પોઇન્ટ ઉપર 37,408 અને નિફ્ટી 22 પોઇન્ટ ઉપર 11,300એ કારોબાર કરી રહ્યો હતો. આજ સવારે સેન્સેક્સે 37,496ની ઐતિસહાસિક ઊંચાઈ સ્પર્શી. બીજી તરફ, નિફ્ટી પણ 11,309ની સૌથી વધુ ઊંચાઈએ સ્પર્શ્યો.

દેશના શેર બજાર સોમવારે મજબૂતી સાથે ખુલ્યા. સેન્સેક્સ સવારે 9.28 વાગ્યે 66.05 પોઇન્ટની મજબૂતી સાથે 37,402.90 પર અને નિફ્ટી પણ લગભગ આજ સમયે 21.60 પોઇન્ટ સાથે 11,299.95 પર કારોબાર કરતો જોવા મળ્યો.

મુંબઈ સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના 30 શેરો પર આધારિત સેન્સેક્સ સવારે 154.54 પોઇન્ટની મજબૂતી સાથે 37,491.39 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના 50 શેરો પર આધારિત નિફ્ટી 18.3 પોઇન્ટના વધારા સાથે 11,296.65 પર ખુલ્યો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.