સાવસર પ્લોટમાં બે બે મહિનાથી ગંદા પાણી ઉભરાવાની સમસ્યાનો અંત ક્યારે ?
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં બે સ્થળોએ છેલ્લા ઘણા સમયથી પાણી ગટરના પાણી ઉભરાતા વગર વરસાદે તળાવો ભરાતા હોવાનું ધ્યાને આવતા પાલિકા પ્રમુખે ત્વરિત કાર્યવાહી કરાવી આ સમસ્યા ઉકેલી હતી પરંતુ આ જગ્યાથી આગળના ભાગે હજુ પણ પાણી ભરવાની સમસ્યા હોય આ ગંભીર સમસ્યા ઉકેલવા લોક માંગણી ઉઠી છે.
જાણવા મળ્યા મુજબ મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં જૂની પ્રભાત હોસ્પીટલ નજીક છેલ્લા ૧૫ દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાતા અહીં વગર વરસાદે તળાવ ભરાઈ જવા જેવી સ્થિતિ સર્જાતા પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ સતત મોનીટરીંગ કરી બે દિવસમાં પ્રશ્ન ઉકેલ્યો હતો.
પરંતુ આશ્ચર્યતો એ વાતનું છે કે સ્થળની નજીક જ હોસ્પિટલવાળા વિસ્તારમાં છેલ્લા બે માસથી સતત પાણી ભરાઈ રહેતું હોય લોકો દ્વારા સાવસર પ્લોટની આ સમસ્યા તાકીદે ઉકેલવા માંગણી કરી હતી.