મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શનિવારે એક ખાનગી બસ 200 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ છે. ઘટનામાં 30 લોકોના મોત થયા છે. આ બસમાં 40 લોકો હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસમાં બેઠેલા દરેક યાત્રીઓ કોંકણ કૃષિ વિદ્યાપીઠના કર્મચારીઓ હતા. તેઓ પિકનીક મનાવવા દાપોલીથી મહાબળેશ્વર જઈ રહ્યા હતા. ઘટના ગાઢ જંગલવાળા વિસ્તારમાં થઈ છે. અહીં મોબાઈલ નેટવર્ક પણ ન હોવાથી યાત્રીઓના સંપર્ક કરવાનું અને તેમને બચાવવાનું કામ મુશ્કેલ થઈ રહ્યું છે.
#UPDATE: 30 people died after a bus fell down a mountain road in Ambenali Ghat, in Raigad district. Rescue operation underway #Maharashtra pic.twitter.com/UP4yEQgDXM
— ANI (@ANI) July 28, 2018
એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘાયલ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.