ગુજરાતમાં મીની જાપાન: મોદી અને CM રૂપાણીના પ્રયાસો રંગ લાવી રહ્યા છે
વિકાસશીલ અને પ્રગતિશીલ ગુજરાત ઉચ્ચ માળખાકીય સુવિધાઓ અને રાજ્ય સરકારની શ્રેષ્ઠ નીતિઓનાં કારણે જાપાનીઝ મેન્યુફેકચરિંગ કંપનીઓ માટેનું નવું હબ છે. જાપાન ગુજરાતમાં શહેરી પરિવહન – વ્યવસ્થાપન, અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ તથા અમદાવાદમાં વિશ્વકક્ષાનું એરપોર્ટ ઉપરાંત દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિલ કોરિડોરના નિર્માણમાં ટેકનિકલ સહયોગ પૂરો પાડી રહ્યું છે. ગુજરાતમાં જાપાનીઝ કંપનીના સહયોગથી આધુનિક શહેરી વિકાસ સાથે શહેરી પરિવહન નિયમનની પણ કામગીરી થઈ રહી છે. કેન્દ્ર-રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસની વિપુલ તક છે અને તેના કારણે જ રાજ્યમાં જાપાનની ૬૦થી વધુ કંપનીઓની ઓફિસ સ્થાપાઈ અને ધંધા-રોજગારને પ્રોત્સાહન મળ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં મહેનત-માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દેશની વિશિષ્ટ જાપાનીઝ ઔદ્યોગિક ટાઉનશિપ ખોરાજમાં સાણંદથી 5 કિ.મી. અને અમદાવાદથી 25 કિ.મી. દૂર વિકસાવી રહી છે. ઔદ્યોગિક એકમો ઉપરાંત આ ટાઉનશીપ – શહેરી આંતરમાળખાના સબસેટ – 700 હેકટર (1500 એકર) પેચ પર બાંધવામાં આવશે, જે જીઆઇડીસી હેઠળ છે. ઔદ્યોગિક એકમો ઉપરાંત ટાઉનશિપમાં રહેણાંક ઇમારતો, શોપિંગ આર્કેડ, સ્કૂલ, હોસ્પિટલ અને બેન્કો બનાવાશે. આર્કીટેક્ચર અને ટાઉન પ્લાનિંગ જાપાનીઝ જરૂરિયાતો અનુસાર હશે. જે પૂર્ણ થયા પછી 15,000થી 20,000 લોકોને સીધું રોજગાર મળવાની શક્યતા છે. ખાસ જાપાનીઝ રોકાણકારો અને કર્મચારીઓ માટે ઔદ્યોગિક ઝોનમાં નિર્માણ પામનાર આ ટાઉનશિપમાં તમામ પ્રકારની સુખ-સુવિધાઓ હશે. જાણે મીની જાપાન..
કોઈપણ દેશ અથવા રાજ્યમાં એક જાપાની રોકાણકારને જોઈએ તેવી તમામ સુવિધા અને સવલતો આપવા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકાર સફળ સાબિત થઈ છે. વિશ્વાસ, પારદર્શિતા, નીતિમાં સ્પષ્ટતા, સરકારી અભિગમ, કામના ઉચ્ચ ધોરણો, વ્યવસાયમાં નીતિશાસ્ત્ર, મર્યાદિત સમયમાં મંજૂરીઓ વગરે .. અસરકારક અને તાત્કાલિક પરિણામલક્ષી કામગીરીનાં કારણે જાપાન ગુજરાતથી આકર્ષાઈને આર્થિક રોકાણ કરવા પ્રેરાયું છે. વ્યાપાર અને ઉદ્યોગ ગુજરાતની રક્તવાહિનીઓ છે. ઔદ્યોગિક વિસ્તરણ બ્યૂરોની (INDEXTb) ઉપલબ્ધ માહિતી મુજબ – ઔદ્યોગિક વિકાસને વેગ આપવા રાજ્ય સરકારની સંસ્થા અને રોકાણકારો માટે ગુજરાતને એપ્રિલ 2000 અને માર્ચ 2018 વચ્ચે વિદેશી સીધા રોકાણમાં (એફડીઆઇ) 18.7 અબજ ડોલરની આવક થઈ છે. કુલ એફડીઆઈમાં પાછલા પાંચ વર્ષમાં 10 બિલિયન ડોલરથી વધુની રકમ પ્રાપ્ત થઈ છે.