સુરેન્દ્રનગર જીલ્લાના મહેસુલી અધિકારીઓ સાથે મહેસુલ મંત્રીની બેઠક યોજાઇ
મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલે આજે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ યોજના હેઠળ ખેડુતોને તેમના વિમાના નાણા મળી રહે તે માટે પ્રિ-એકટીવ બનીને મહેસુલ અધિકારીઓ એ કામ કરવું જોઇએ. મહેલુલ મંત્રી કૌશિકભાઇ પટેલે સુ.નગર કલેકટર કચેરી ખાતે મહેસુલી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં મહેસુલ અધિકારીઓને માર્ગદર્શન આપતા ઉપર મુજબ જણાવ્યું હતું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જીલ્લાના વરસાદ ઓછો પડયો છે. ત્યારે ગ્રામજનોને પીવાનું પાણી મળી રહે તે ખાસ જોવું જોઇએ. સુ.નગર જીલ્લામાં થયેલી કામગીરીને મંત્રીએ બિરદાવી હતી.
આ તબકકે મંત્રી પટેલે ગ્રામજનોના પ્રશ્ર્નો પ્રત્યે માનવીય સંવેદના અભિગમ અપનાવી પ્રશ્ર્નોનો યોગ્ય નિકાલ કરવા સુચન કર્યુ હતું અને વિકાસ કાર્યોની ગુણવતા જળવાય તે જોવા ખાસ જણાવાયું હતું.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી મનીષ બંસલ, અધિક નિવાસી કલેકટર ચન્દ્રકાંત પંડયા તથા જીલ્લાના પ્રાંત અધિકારીઆ, મામલતદારઓ અને અન્ય અધિકારીઓ ઉ૫સ્થ્તિ રહ્યા હતા.