ઉપલેટાના ખીરસરા ગામે હાલાર પ્રદેશમાં સ્વામી નારાયણ ગૂરૂકુળ તેમજ જામ ટીંબળી સ્વામીનારાયણ તથા ગૂરૂકુળ દ્વારા ગૂરૂપૂર્ણિમાના દિવસેગૂરૂપૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
દર વર્ષની જેમ આ વર્ષ ખીરસરા ગૂરૂકુળ તેમજ જામટીંબડી ક્ધયા ગૂરૂકુળ દ્વારા શાસ્ત્રી નારાયણસ્વામી દાસજી સ્વામીના સાનિધ્યમાં યોજાયેલ ગૂરૂપૂર્ણીમાના પવિત્ર દિવસે પ.પ્ર.સદ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામીનુંવિશિષ્ટ ભાવ પૂજન આગેવાનો, ગ્રામજનો શિક્ષકો, વિદ્યાર્થીઓ વાલીઓ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતુ આગૂરૂપૂર્ણિમા ઉત્સવના યજમાન વિરપૂરના જયંતીભાઈ માલાણી અને સુરતના મનસુખભાઈ કલોલા રહેલા હતા આ તકે શાળામાં ધો.૧૦ અને ૧૨માં તેમજ તાલુકા લેવલે સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ તકે ખીરસરા પટેલ સમાજના પ્રમુખ કેશુભાઈ માખસણા, સાતવરીના સરપંચ જટુભા વાળા, ટ્રસ્ટી મંડળના ભરતભાઈ રાણપરીયા, જામકંડોરણાના રજનીભાઈ કોયાણી, નવાગામના શૌવશાળા પ્રમુખ જગદીશભાઈ જાગાણી, ભરતાઈ કલોલા, અગ્રણી વેપાર ધીરૂભાઈ મારડીયા સહિત ૫૦૦૦ લોકો હાજર રહી સમુહ પ્રસાદનો લાભ લીધો હતો.