ભારત સહિતના દેશોમાં ૧૦૩ મિનિટ સુધી દેખાયો બ્લડમુનનો અદ્ભૂત નજારો
શુક્રવારની રાત ઐતિહાસીક બ્લડમુની વધુ યાદગાર અને લાલઘુમ બની હતી. ખૂબજ અદ્ભૂત અને દુર્લભ એવા ચંદ્રગ્રહણને દુનિયાભેર નિહાળ્યું હતું. આ ગ્રહરણ ૨૧મી સદીનું સૌક્ષ લાંબુ અને રસપ્રદ ગ્રહણ રહ્યું હતું. આ ગ્રહણ ભારતમાં ૧૧.૫૪ કલાકે શરૂ થયું હતું. ગ્રહણ કેટલાક સ્ળોએ જોઈ શકાતું હતું.
જો કે મોટાભાગના વિસ્તારમાં વાદળાઓને કારણે ચંદ્રગ્રહણ નિહાળી શકાયુ ન હતું તો ઘણી જગ્યાઓએ ૧૦૩ મિનિટ સુધી બ્લડમુનનો નજારો રહ્યો હતો. આ અદ્ભૂત ઘટના આજી ૧૦૪ વર્ષ પહેલા ઈ હતી. ભારત સહિત વિશ્વભરના દેશોએ ઐતિહાસીક ગ્રહણને નિહાળ્યું હતું. અન્ય ગ્રહણની જેમ બ્લડમુન જોવા માટે કોઈ ખાસ સાવચેતીની આવશ્યકતા નહોતી.
આ દિવસને ખગોળ વિજ્ઞાને અત્યંત મહત્વનો સાબીત કર્યો હતો. ૧૦૪ વર્ષ બાદ ચંદ્ર અને સૂર્યની એકદમ વચ્ચોવચ પૃથ્વી આવતા ચંદ્ર રતાશભર્યો નજરે પડયો હતો. ચંદ્ર જયારે અંતરિક્ષમાં ધરતીના પડછાયામાંથી પસાર થતો હોય ત્યારે આવું બનતુ હોય છે.
૪૬ વર્ષથીય કરીમાં કહે છે કે આ ચંદ્રગ્રહણ આપણી સૌની જીંદગીમાં શાંતી અને ખુશીઓ લાવે. ચંદ્રગ્રહણનો ચાંદ મોટો અને વધુ ચમકદાર રહ્યો હતો. જાણે ચંદ્રને બદલે મંગળગ્રહના દર્શન થઈ રહ્યાં હોય તેઓ નજારો જોવા મળ્યો હતો. હવે ૨૧મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે એક કલાક અને બે મિનિટ માટે ચંદ્રગ્રહણ જોવા મળશે. ગઈકાલનો ગ્રહણ સામાન્ય લોકો, ખગોળ શાથીઓ અને વૈજ્ઞાનિકો માટે ખૂબજ મહત્વનો રહ્યો. ગઈકાલે થયેલા બ્લડમુનની એક ઝલક તમે જોઈ શકો છો.