સુરેન્દ્રનગર જિલ્લામા *સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા તરીકે ફરજ બજાવતા એસપી દિપક કુમાર મેઘાણી,* ની વડોદરા શહેર ખાતે ઝોન ૧ ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડીસીપી તરીકે થતા, *સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા તેઓનો વિદાય સમારંભ* યોજી, તેઓને ઉષ્માભર્યું વિદાયમાન આપવામાં આવ્યું હતું….
એસપી દિપક કુમાર મેઘાણીએ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા તરીકે બે વર્ષ ઉપરાંત પોતાની ફરજ સફળતા પૂર્વક બજાવેલ* છે. તેઓની ફરજ દરમિયાન તેઓએ કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ ખૂબ જ સારી રીતે બજાવેલ હતી. તેઓના ફરાજકાળ દરમિયાન ઉના કાંડ, પાટીદાર આંદોલન, કરણી સેનાએ કરેલ હિન્દી પિક્ચરનો વિરોધ, વિધાનસભા ચૂંટણી, નગરપાલિકા ચૂંટણી, જેવા પડકાર ભર્યા સમયમાં સુરેન્દ્રનગર જીલાની કાયદો વ્યવસ્થા ખૂબ જ સારી રીતે સંભાળી, પ્રજા તથા આગેવાનોમાં સારી એવી નામના મેળવેલ હતી. આ સમયકાળ દરમિયાન તેઓએ સ્ટાફના પ્રશ્નો, પોલીસ પ્રજાની મિત્ર છે, એ ભાવના જગાડતા ઘણા બધા કર્યો કરવામાં આવતા, સ્ટાફ અને પ્રજામાં પોલીસની એક આગવી છાપ ઉભી કરવામાં મહદ અંશે સફળતા મેળવેલ હતી…
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા તેઓના કાર્યકાળ દરમિયાન તાંબાના અધિકારીઓ તથા સ્ટાફે કરેલા સારા કામોને બિરદાવી, તેઓ ક્યારેય સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા અને પોલીસને ભુલાશે નહીં તેવું જણાવી, વિદાયમાન આપવા બાદલ આભારની લાગણી* વ્યક્ત કરવામાં આવી હતી. વિદાય સમાંરંભમાં હાજર એવા ઉુજઙ પ્રદીપસિંહ જાડેજા, બી.એસ.વસાવા, એમ.આર.શર્મા, એસ.જે.પવાર, પો.ઇન્સ. ખુમાનસિંહ વાળા, જે.એચ.ત્રિવેદી, પોસઇ અનિલ નાયર, વિરભદ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, વાય.આર.જોષી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ દ્વારા પણ શ્રી દિપક કુમાર મેઘાણીને શુભેચ્છા સાથે ઉષ્મા ભરી વિદાય આપેલ હતી….
પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ઉષ્માભર્યો વિદાય સમારંભ યોજવા તથા વિદાયમાન યાદગાર બનાવવા બદલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવારનો આભાર માનેલ હતો અને પોતાના વિદાય સમારંભમાં ભાવ વિભોર થતા, લાગણીસભર દૃશ્યો સર્જાયેલા હતા. *સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેન્દ્રનગરના આર.એસ.આઈ. પ્રાગરાજસિંહ જાડેજા દ્વારા આગવી ઢબે કરવામાં આવેલ હતું.