ભારતભરમાં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયોના દીક્ષા ધામોમાં માણાવદર તાલુકા માં આવેલ પીપલાણા ગામ પણ પ્રવાસ નિગમ તરીકે સ્થાન પામેલ ખૂબ પ્રખ્યાત ધામ છે. આ પીપલાણા ધામને વરસાદે મોટુ નુકસાન પહોંચાડેલ હોઇ તેથી તેના અસરગ્રસ્તો ની વહારે આવવા જાણીતા કેળવણીકાર અને યશસ્વી દાતા અને સમાજ ના સાચા સેવક તરીકે નું બિરૂદ પામેલા શ્રી જેઠાભાઈ પાનેરા એ પત્રકારોની ટીમને સાથે રાખી પીપલાણા ધામની મુલાકાત લીધી હતી
મુલાકાત વેળાએ પત્રકારો તથા નાયબ કાર્યપાલક ઇજનેર સોલંકી ને પણ સાથે રખાયા હતા પીપલાણા ગામ ના ખેતરોને થયેલ નુકશાનીની ભાળ સરપંચ તથા ઉપ સરપંચ ને સાથે લઇને મેળવી હતી અને નુકસાનીનો રિપોર્ટ પંચાયત દ્વારા સરકારમાં મોકલવામાં જણાવ્યું હતું વરસાદ ના કારણે ઑઝત ,ઉબેણના પુર ઉમટી પડતાં ખેતરો ધોવાઇ ગયા હતા નાના – મોટા પુલીયાઑને પણ નુકસાન થયું હતુ પાનેરાએ સમગ્ર નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરાવી ગાંધીનગર જઇને પોતે આ ધામને ન્યાય અપાવશે એવી ખાતરી આપી છે
સ.ગુ. મોહનપ્રસાદ સ્વામી તથા સંતોએ મંદિર તરફ જવાનો મુખ્ય રસ્તો નીચો હોય આ રસ્તા ને ઉંચો લેવાની જરૂર હોવાનુ જણાવતા પાનેરા એ માર્ગ મકાન વિભાગ ના ઇજનેર સોલંકી ને વહેલી તકે રસ્તા નું કામ કરાવવા જણાવ્યું હતુ. આ ધામ પ્રવાસ નિગમ તરીકે સ્થાન પામેલ હોઇ અને રોજ બ રોજ અહી હજારો દર્શાનાર્થી આવતા હોય જેથી આ માર્ગ ઝડપથી રિપેર કરવા જરૂરી રજૂઆતો કરી હતી