૨૬ જુલાઈ ૨૦૧૮ના રોજ ૬૦ દિવસના કારગીલ યુદ્ધ બાદ ભારતે વિજય મેળવ્યો હતો. આથી આ દિવસને ભારતીય પર્વમાં કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રોટરેકટ કલબ ઓફ વઢવાણ સીટી દ્વારા આ નિમિતે સુરેન્દ્રનગર સ્થિત શહિદને શ્રદ્ધાંજલી આપવા યંગસ કલબ ખાતે શહીદ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. આપણા સુરેન્દ્રનગરના ત્રણ શહિદ જવાન: અમર જવાન મુલતાની બશીર એહમદ, અમર જવાન કરનસિંહ ધીરૂભા ડાભી અને અમર જવાન દિલીપસિંહ ડાયાભાઈ ચૌહાણને શ્રદ્ધાંજલી અર્પી તેમના પરીવારજનોનું પુષ્પગુચ્છ, શાલ, ભેટ તથા શ્રદ્ધાંજલી પત્રથી સન્માનિત કર્યા હતા.આ કાર્યક્રમમાં આર.કે.મહેતા, પ્રમુખ માજી સૈનિક સેવા સંપર્ક સમિતિ, સંગીતા પલશીકર, પ્રમુખ-રોટરી કલબ ઓફ વઢવાણ, ડો.અશ્વિન ગઢવી, શહિદના પરિવારજન, માજી સૈનિક ઉપસ્થિત રહ્યા હતા. અશ્વિન ગઢવી, આર.કે.મહેતા તથા માજી સૈનિકના શબ્દોએ શ્રોતાઓને સ્વદેશ પ્રેમના વાતાવરણમાં દોરી ગયા હતા.
આપડે આપડા એક એક શ્વાસ માટે ભારતીય સેનાના ઋણી છીએ અને જીવનભર રહીશું પરંતુ ફુલ નહીં તો ફુલની પાખડી સમાન આ આયોજન દ્વારા રોટરેકટ કલબ ઓફ વઢવાણ સીટીના પ્રમુખ પરમ વોરા, સેક્રેટરી વિવેક મહેશ્ર્વરી, પ્રોજેકટ ચેર કૃપાલી રાવલ, સહાયક ચેર શ્રીપદા પલશીકર તથા મેમ્બર્સ શહિદોને શ્રદ્ધાંજલી અર્પી તેમના પરિવારજનોનું બહુમાન કર્યું હતું.