-
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણ
-
મેડિકલ પ્રોજેકટનું લોકાર્પણ અને સામાજીક સંસ્થાઓના સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
ફ્રિડમ યુવા ગ્રુપ-રાજકોટ દ્વારા સેવાક્ષેત્રે સમગ્ર રાજકોટ, સૌરાષ્ટ્રમાં ગૌરવપૂર્ણ બે દાયકા પૂર્ણ કરી ૨૧માં વર્ષમાં પ્રવેશ નિમિતે બે દશકાની સેવાયાત્રા દર્શાવતો સ્મૃતિગ્રંથ સંવેદનાનું આગામી તા.૨૯/૭/૨૦૧૮ રવિવાર સવારે ૯:૦૦ કલાકે, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન ઓડીટોરીયમ, ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે વિમોચન સમારોહ, સાથો સાથ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સ્કુલબેગ, વોટરબેગ, લંચ બોકસ, કંપાસ, ફુલસ્કેપ બુકસ સહિતની શૈક્ષણિક કિટનું વિતરણ, સ્વ.શ્રી જગદીશભાઈ ઘોડાદરા તબીબી અને શૈક્ષણિક સહાય ઉદઘાટન અને શહેરની ૧૦ સામાજીક અને પાયાનું કાર્યકરતી સંસ્થાઓનો સન્માન કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય વકતા પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ તથા પ.પૂ.મહંત સ્વામી મહારાજનાં કૃપાપાત્ર સંત.પ.પૂ.અપૂર્વમુની સ્વામી રહેશે. કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે નિતીનભાઈ ભારદ્વાજ, કશ્યપભાઈ શુકલ, નલીનભાઈ વસા, બીપીનભાઈ પલાણ, ડો.વલ્લભભાઈ કથીરીયા, રમેશભાઈ ઠકકર, મૌલેશભાઈ ઉકાણી, રોહિતભાઈ સિઘ્ધપુરા, હસુભાઈ ભગદેવ, નરેન્દ્રસિંહ ઠાકુર, અજયભાઈ પરમાર, ડો.અમીતભાઈ હાપાણી, દર્શિતભાઈ જાની, પંકજભાઈ ચગ, ડો.જયેન્દ્રભાઈ વંકાણી, રમાબેન હેરભા, અશ્ર્વિનભાઈ પટેલ, એચ.એ.નકાણી, હરીભાઈ ડોડીયા, સાવનભાઈ ભાડલીયા સહિતનાઓની પ્રેરણાત્મક ઉપસ્થિતિ રહેશે.
સંસ્થાની બે દાયકાની સેવાયાત્રાની માહિતી આપતા સ્થાપક ભાગ્યેશ વોરાએ જણાવ્યું કે, સંસ્થા દ્વારા વિવિધ શૈક્ષણિક, તબીબી, સાંસ્કૃતિક પ્રવૃતિઓ થઈ છે. કાર્યક્રમની વધુ માહિતી આપતા ચેરમેન મનોજ ડોડીયા, વા.ચેરમેન પ્રવિણ ચાવડા અને પ્રમુખ સંજય પારેખ દ્વારા જણાવવામાં આવ્યું કે સંસ્થાના સામાજીક ઓડીટનાં ઉદેશને નજર સમક્ષ રાખી તૈયાર કરવામાં આવેલુ મહત્વનું ડોકયુમેન્ટેશન સંવદનાનું વિમોચન કે જેમાં સંસ્થાની સામાજીક નિસબતનું પ્રતિબંધ ઝીલાયું છે ત્યારબાદ શૈક્ષણિક કીટ વિતરણ તથા સમાજમાં બીજા નાગરીકોને પણ પ્રેરણા મળે નાગરીકોને પણ પ્રેરણા મળે અને વધુને વધુ સેવા કાર્યો થતા રહે, સમાજ સમરસ બને તેવા આશયથી શહેરની સંસ્થાઓ જેવી કે સર્જન ફાઉન્ડેશન, વૃજ યુવા ગ્રુપ, કાશી વિશ્વનાથ મિત્ર મંડળ, નારી વિકાસ ટ્રસ્ટ સહિતની ૧૦ સામાજીક સંસ્થાનું સન્માન સહિતના આ ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક અને માર્ગદર્શક ભાગ્યેશ વોરા, મનોજ ડોડીયા, પ્રવિણ ચાવડા અને સંજય પારેખની રાહબરીમાં કિરીટ ગોહિલ, હિતેશ ચોકસી, રોહિત નિમાવત, ચંદ્રેશ પરમાર, સુરેશ રાજપુરોહિત, નીમેશ કેસરીયા, રાજન સુરૂ, નીતીન જરીયા, અલ્પેશ ગોહેલ, રસીક મોરધરા, મીલન વોરા, ધૃમીલ પારેખ, પારસ વાણીયા, અજીત ડોડીયા, જીતેશ સંઘાણી, મયંક પાંઉ, અલ્પેશ પલાણ, જે.પી.ફુલારા, સંજય ચૌહાણ, વિરલ પલાણ, અવંતિલાલ ધૃવ, નારણ રાઠોડ, દિલજીત ચૌહાણ, જયદીપ કામલીયા, ધવલ પડીયા, મયંક ત્રિવેદી, બિપીન પાઠક, પાર્થ વંકાણી, જયેશ સોલંકી, વિશાલ અનડકટ સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.