-
સાઉથ કોરિયા, સીંગાપોર અને કેનેડા જેવા દેશોની સરખામણીએ ભારતમાં જીએસટીની અમલવારી સરળ અને ઝડપી થઈ: કુમાર સંતોષ
-
પેપર વર્ક ઓછુ કરવા એક મહિનાના રિટર્નની જગ્યાએ છ મહિના અથવા એક વર્ષનો સમય કરવાની દરખાસ્ત
રાજકોટ અપીલ કમિશનરેટ દ્વારા તમામ પેન્ડીંગ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું જીએસટી કમિશનર અપીલ કુમાર સંતોષ દ્વારા ‘અબતક’ની વિશેષ મુલાકાત દરમિયાન જણાવાયું હતું. તેમણે કહ્યું હતું કે, જૂના પેન્ડીંગ કેસોના નિકાલ માટે ખાસ વિભાગની રચના થઈ છે. જેમાં વર્ષ જૂન ૨૦૧૭ થી ૨૦૧૮ સુધીના પેન્ડીંગ કેસોનો નિકાલ કરવાનો થાય છે. રાજકોટમાં એક પણ પેન્ડીંગ કેસ રહ્યો નથી.
તમને જીએસટીનું ભવિષ્ય શું લાગે છે તે પ્રશ્નના જવાબમાં તેમણે દેશમાં જીએસટીની અમલવારી અંગે કહ્યું હતું કે, સાઉથ કોરીયા, સીંગાપોર કે કેનેડા જેવા દેશની સરખામણીએ ભારતમાં જીએસટીની અમલવારી સરળતાથી અને ઝડપી થઈ છે. બીજા દેશમાં જીએસટીની સરખી અમલવારી કરતા બે વર્ષ થયા હતા. જયારે ભારત જેવા મોટા દેશમાં માત્ર એક વર્ષમાં જ અમલ થયો છે. જેમાં મંત્રી અરૂણ જેટલીનું કામ ખૂબજ સારૂ રહ્યું છે. અહીં ઈન્ફ્રાસ્ટ્રકચર ઓછુ હોવાના કારણે સરકારે તાત્કાલીક સુવિધા પૂરી પાડવાનું શરૂ કર્યું છે. અન્ય દેશોમાં જીએસટીની અમલવારી વધુ અનુકુળ હતી જયારે અહીં રાજય અને કેન્દ્ર એમ બે-બે વ્યવસ હોવાથી તેમજ વિવિધ કરવેરા હોવાથી જીએસટીની અમલવારી મુશ્કેલ હતી. જો કે, ગીવ એન્ડ ટેક વલણના કારણે જીએસટીની અમલવારી સરળતાથી થઈ શકી.
સરકારે જીએસટીમાં કરેલા ફેરફાર અંગે તેમણે કહ્યું હતું કે, સરકારને જરૂર લાગતા હોટેલ ઉપર જીએસટી ઘટાડયું છે. ૧૮ માંથી ૨૮ ટકા કર્યું છે. જો કે, ઘણી જગ્યાએ સરકારે જીએસટીમાં આપેલી છુટછાટો લોકો સુધી પહોંચતી ન હોવાની ફરિયાદો આવતા એન્ટી પ્રોફીટીંગ ઓોરીટીની રચના કરવામાં આવી છે. જે જીએસટીના નામે લોકો પાસેથી પૈસા પડાવવાની ઘટનાઓ સામે પગલા લેશે. ગુજરાતમાં આવા ૮ થી ૯ કેસ નોંધાયા છે.
જીએસટીથી પેપર વર્ક વધી જવાનો ડર હતો ? તે હવે કેટલું છે ? તે પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે, જીએસટી કાઉન્સીલની છેલ્લી બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે, હવે ૫ થી ૭ પેઈઝના રિટર્નની જગ્યાએ માત્ર ૨ પેઈઝના જ રિટર્ન રહેશે. આ ઉપરાંત જીએસટીમાં મંથલી રિટર્નના સને ૬ મહિના અવા એક વર્ષના રિટર્ન કરવાની દરખાસ્ત મુકાઈ છે. મારો વ્યક્તિગત ઓપીનીયન છે કે, જો તમામ રીતે વાર્ષિક ગણતરી થતી હોય તો રિટર્ન પણ છ મહિના કે એક વર્ષનું જ હોવું જોઈએ.
તેમણે ગુડ્ઝ પર જીએસટી મામલે કહ્યું હતું કે, હજુ જમીનનું ખરીદ-વેંચાણ, વીજળી તેમજ પેટ્રોલીયમ હેઠળની ૫ વસ્તુઓને જીએસટીથી બાકાત રાખવામાં આવી છે. જેને ધીમે ધીમે જીએસટીમાં આવરી લેવામાં આવશે. પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવવાથી રેવન્યુ ઉપર અસર થશે. જે થી કેટલાક રાજયો વિરોધ કરી રહ્યાં છે. અલબત આ મામલે સમાધાન કરીને એકાદ વર્ષમાં પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લવાશે તેવું મને લાગે છે.
એકસ્પર્ટ ઉપર શું અસર શે ? તે અંગેના પ્રશ્નોમાં તેમણે કહ્યું હતું કે, સરકારે ટેકસ ઉપર લદાતો ટેકસ કાઢવા માટે જીએસટીની અમલવારી કરી હતી. કેટલાક સ્થળે કેટલીક વસ્તુઓ ઉપર એકી વધુ ટેકસ લાગતા હતા. હાલ મારૂ માનવું છે કે, જીએસટીમાં કેટલાક એવા સેકશન છે જેમાં તકલીફ થઈ શકે તેવો લોકોને ડર છે. એકસ્પોર્ટ ઉપર ટેકસ ની પહેલાની જગ્યાએ હવે સેલ્સ ટેકસનો બેનીફીટ પણ મળે છે. સેલ્સ ટેકસ રિફંડ મળે છે. પરિણામે એકસ્પોર્ટમાં ફાયદો થયો છે.
ટેકસ ઓફિસર અંગેનો લોકોનો ડર કઈ રીતે કાઢસો ? તે અંગેના પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હવે અધિકારીઓને ટ્રેનીંગ આપવામાં આવે છે. ૨૦૧૪થી અધિકારીઓને સમજાવવામાં આવી રહ્યું છે કે, પહેલા આપનો રોલ રેગ્યુલેટરનો હતો હવે ફેસીલેટરનો છે. પહેલા માત્ર ટેકસ પ્રેકટીસનર તરીકે એડવોકેટને જ રખાતા હતા. હવે જીએસટીમાં સીએને રાખવામાં આવે છે. સીએનો એપ્રોજ એડવોકેટ કરતા અલગ છે. લોકોમાંથી લીટીગેશનનો ડર કાઢવા ઘણા પ્રયાસ કરાયા છે. સમાધાન વિભાગ પણ બનાવાયો છે. બીજી તરફ સરકારે ૨૫ લાખી વધુના કેસમાં કોર્ટમાં નહીં જાય તેવો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં ૧૪૦૦થી વધુ કેસ વિડ્રો કર્યા છે.
ટેકસ ચોરી દૂષણ અંગે તેમણે કહ્યું હતું કે, ટેકસ ચોરી ઓછી થાંય તે માટે ટેકસ રેટ ઓછો કરવાનો નિર્ણય ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાયો છે. જીએસટીમાં સેન્ટ્રલ સાથે સ્ટેટને પણ સત્તા અપાઈ છે. હવે પરવાનગી વગર કરદાતાને ત્યાં અધિકારી જઈ શકતા નથી. રિફંડ અંગે તેમણે કહ્યું હતું કે, સપ્ટેમ્બરી રિટર્ન આપવામાં આવી રહ્યાં છે. લોકોને સરળતાી રિફંડ મળે તે માટે રિફંડ ફોર્ટનાઈટ શરૂ કરાયું છે. જેમાં ૪૦ હજાર કરોડનું રિફંડ અપાઈ ગયું છે. તા.૧૬ થી ૩૧ દરમિયાન ફોર્ટનાઈટમાં ૩૦ હજાર કરોડનું રિફંડ અપાશે. આ વર્ષના અંત સુધીમાં જીએસટીની તમામ મુશ્કેલીઓનો ઉકેલ મળી જશે.
બોલ્ડ અને સીલ્વર જીએસટીના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અગાઉ ગોલ્ડ ઉપર સેલ્સ ટેકસ હતો જ આ નવી વાત ની હાલ સોના-ચાંદી પર એક અને અડધો ટકો કર છે. જો કે, આ બન્ને સો લોકોના સેન્ટીમેન્ટ જોડાયેલા છે. ત્યારે સરકારે રેવન્યુ લોસ ન થાય તે માટે સોના-ચાંદી પરનો નિર્ણય લીધો છે. જો રેવન્યુ સરભર થશે તો આ કર હટાવવામાં આવી શકે.
તેમણે લોકોને અપીલ કરી હતી કે, સરકારને તમારી તમામ અપેક્ષાનું ધ્યાન છે. જો કયાંય પણ જીએસટી બાબતે છેતરપિંડી તી હોવાનું જણાય તો સીબીઆઈસીને ફરિયાદ કરી શકો છો. આ મામલે તુરંત પગલા લેવાશે.