સમગ્ર સૌરાષ્ટ્રના ટેન્કર એસોસીએશન પણ સાંજ સુધીમાં હડતાલમાં જોડાય તેવી શકયતા; હસુભાઈ ભગદેવ
૨૦ જુલાઈથી શરૂ થયેલી ટ્રક-ટ્રાન્સપોર્ટની દેશવ્યાપી હડતાલમાં હવે ટેન્કર એસો.એ પણ સ્વૈચ્છીક રીતે જોડાય રહ્યાં હોય આ હડતાલ ઉગ્ર બની રહી છે અને આવનારા દિવસોમાં ટ્રક-ટેન્કરોના પૈડા રંભી જતાં જનજીવન પર માઠી અસર પડે તેવી શકયતા વચ્ચે ગાંધીધામ ટેન્કર એસો. સત્તાવાર રીતે દેશવ્યાપી હડતાલમાં જોડાઈ ગયું છે અને સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર ટેન્કર એસો. પણ આ હડતાલમાં જોડાય તેવી શકયતા હોવાનું જાણવા મળ્યું છે અને આવતીકાલે ટ્રાન્સપોર્ટ દ્વારા સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધી ધરણા કરવામાં આવનાર છે.રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ હસુભાઈ ભગદેવે જણાવ્યું હતું કે, ટ્રક-ટ્રાન્સપોર્ટની દેશવ્યાપી હડતાલમાં ગઈકાલે ગાંધીધામ ટેન્કર એસો. સ્વૈચ્છીક રીતે જોડાઈ ગયું છે અને સૌરાષ્ટ્રના ટેન્કર એસો. સાથે વાટાઘાટો ચાલી રહી છે. સંભવત: સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર ટેન્કર એસો. પણ અમારી હડતાલમાં જોડાઈ જનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
વધુમાં હસુભાઈ ભગદેવે જણાવ્યું હતું કે, ટ્રક ટ્રાન્સપોર્ટરોની હડતાલમાં આવતીકાલે સમગ્ર રાજયમાં ૧૧ થી ૩ ધરણા કરવામાં આવશે જેમાં રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે ટ્રાન્સપોર્ટરો દ્વારા ધરણા કરવામાં આવશે.