પત્નીએ મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરી માર મારી કાઢી મુકયાનો આક્ષેપ
કોઠારીયા સોલવન્ટ નજીક આવેલા ગોકુલનગરમાં રહેતા યુવાને પત્નીના ત્રાસી કંટાળી રૂખડીયાપરામાં ઝેરી પાવડર પી લેતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોકુલનગરમાં રહેતા સીંગ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા દેવગીરી વિરમગીરી ગોસાઈ નામના ૩૭ વર્ષના યુવાને રૂખડીયાપરામાં ઝેરી પાવડર પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પ્રામિક પુછતાછમાં યુવકની પત્ની અગાઉ પાંચેક માંસ પૂર્વે પાડોશી યુવક સાથે ભાગી ગઈ હતી. પરત આવ્યા બાદ મકાનના દસ્તાવેજો પોતાના નામે કરી દેવગીરી ગોસાઈને ત્રાસ આપતી હોવાનું અને આજે સવારે યુવાનને મારમારી ઘરેથી કાઢી મુકતા યુવકે ઝેર ગટગટાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.