અમદાવાદ ખાતેના જગન્નાથ મંદિરના પરમ આદરણીય પૂ.દિલીપદાસજીબાપુના દર્શન તેમજ મીલનનો લાભ સમસ્ત મહારાજનના ગિરીશભાઈ શાહ, મિતલ ખેતાણી, દિપકભાઈ રાણપુરા, રાજેન્દ્રભાઈ શાહ, હર્ષદભાઈ શાહ, ભુપેનભાઈ શાહ, મીનાબેન રાણપુરા, કિરણભાઈ સહિતનાની ટીમે લીધો હતો.
મામુલી હુંડિયામણનાં લોભમાં ભારત સરકાર અને રાજયોની સરકાર સમગ્ર ભારતની નિર્દોષ પ્રજાને લાખો અબોલ જીવોની હત્યામાં અજાણતા ભાગીદાર બનાવવા જઈ રહી છે. તેવા ભારતનાં, અમુક રાજયમાંથી વિદેશી પ્રજાના ખોરાક માટે દેશનું બહુમુલ, જીવતુ પશુધન સતત નિકાસ થતું હોય છે. જે અંગે પુરાવા સહિત વિગતો પૂ. દિલીપદાસજી બાપુને સમસ્ત મહાજનની ટીમે આપેલી હતી. તે જ રીતે મીટ એક્ષપોર્ટમાં પણ ભારત સમગ્ર વિશ્વમાં મોખરાના સ્થાને છે.
સાધુ-સંતોના દેશની પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં અબોલ જીવોની રક્ષા માટે લાખો લોકોએ પોતાના પ્રાણ પણ ન્યોછાવર કર્યા છે ત્યારે હાલની ભારત સરકારે આ કદમ ઉઠાવીને જીવદયા પ્રેમીઓની લાગણી દુભાવી છે. સમસ્ત પ્રજા અહિંસામાં માને છે. ભારત સરકારને જીવતા પશુઓની હત્યા માટે ભારતથી થતી પાકિસ્તાન સહિતના અખાતી દેશોમાં થતી નિકાસ બંધ કરાવવા, મીટ એક્ષપોર્ટ બંધ કરાવવા સહિતના પ્રશ્નો અંગે પૂ. દિલીપદાસજીબાપુને ભારત સરકારમાં રજુઆત કરવા પ્રાર્થના કરાઈ હતી.
રાજયની તમામ પાંજરાપોળ ગૌશાળામાં અત્યારે સતત અબોલ જીવોની સંખ્યા વધતી જાય છે. અન્ય રાજયોની જેમ ગુજરાતની તમામ ગૌશાળા-પાંજરાપોળોને પશુ દીઠ દૈનિક રૂ.૨૦ સબસીડી આપવાની રજુઆત પણ પૂ. દિલીપદાસજી બાપુને કરાઈ હતી. પૂ. દિલીપદાસજીબાપુએ તમામ પ્રશ્નો ખુબ શાંતીથી સાંભળી સમજી આ અંગે ભારત સરકાર તેમજ ગુજરાત સરકારમાં રજુઆત કરવાની ખાતરી આપી હતી.