ગોંડલ ખાતે ગંગોત્રી સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષારાણીનાં સ્વાગત માટે ગ્રીન-ડેની ઉજવણી કરવામાં આવી હતી. જયારે સમગ્ર પૃથ્વી સપાટી પર ગ્રીન આહલાદક વાતાવરણ ઉભુ થયું હોય પૃથ્વી ચોમેર જયારે હરિયાળી ધારણ કરેલ છે. ચારે તરફ જયાં નજર નાખો ત્યાં હરિયાળીને માત્ર હરિયાળી જ દેખાતી હોય. હરિયાળીનો ઉલ્લેખ જયારે આપણા રાષ્ટ્રઘ્વજમાં પણ કરવામાં આવ્યો હોય ત્યારે આ હરિયાળી વાતાવરણમાં જેમ સોનામાં સુગંધ ભળે તેમ સ્કૂલનાં વિદ્યાર્થીઓ પણ ગ્રીન કલોથમાં સજજ થયા હતા.
ઘણા બધા વિદ્યાર્થીઓ વૃક્ષોના લીલાછમ પાંદડાઓના કપડા બનાવી પહેરીને આવેલ હતા. આ દ્રશ્ય જોતા જાણે સ્કૂલનું સમગ્ર વાતાવરણ પૃથ્વીની હરિયાળી સાથે મળી ગયું હતું અને આહલાદક વરસાદી વાતાવરણનાં વધામણા વિદ્યાર્થીઓ દ્વારા ગ્રીન કલરનાં કલોપમાં સજજ થઈ સ્વાગત કર્યું હતું. આમ અનોખી રીતે ગંગોત્રી સ્કૂલના બાળકો દ્વારા વર્ષારાણીનું સ્વાગત કરાયું હતું. આ તકે વિદ્યાર્થીઓને વૃક્ષોનું માનવજીવનમાં રહેલું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.