સરધાર, હલેન્ડા, રાજસમઢીયાળા, ચાંદલી અને લોધીકાના પાંચ તળાવો ૩૫ લાખના ખર્ચે ઉંડા ઉતારવાની મળી મંજુરી

રાજકોટ અને લોધીકા તાલુકાના ભાજપના આગેવાનો તા ખેડૂત અગ્રણીઓ દ્વારા તળાવોને ઉંડા ઉતારવા માટેની રજૂઆત રાજયના જળસંપતિ મંત્રી નાનુભાઈ વાનાણીને કરતા મંત્રીએ બંને તાલુકાના પાંચ તળાવોને ઉંડા ઉતારવા માટે તળાવ દીઠ ‚ા.૭ લાખ એમ પાંચ તળાવના ૩૫ લાખ મંજુર કરવામાં આવ્યા છે.

રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮માં ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તળાવો અને ચેકડેમમાં કાપ ભરાઈ જવાના કારણે પાણીની સંગ્રહશક્તિ ઓછી ઈ હોય તેવા તળાવોને ઉંડા ઉતારવા તા ભુગર્ભ જળ સપાટી ઉંચી લાવવાની રજૂઆતને મંજુરી મળી છે. જેમાં લોધીકા તાલુકાના ચાંદલી ગામે આવેલા ઘંટેશ્ર્વર પીટી તળાવ અને લોધિકાના પીટી ખારાવાળુ તળાવ તેમજ રાજકોટ તાલુકાના રાજસમઢીયાળા અને હલેન્ડા ગામે આવેલા પી.ટી.તળાવ અને સરધાર ખાતે આવેલા નારાયણ સરોવર તળાવને ઉંડા ઉતારવા એક તળાવ દીઠ ‚ા.૭ લાખ અને બંને તાલુકાના પાંચેય તળાવ મળી કુલ ‚ા.૩૫ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

જેી તળાવ ઉંડા ઉતારવાી પાણીના તળ, તળાવનો પાણીનો સંગ્રહ વાી લોકો તા ખેડૂતોને મહતમ લાભ શે તેમ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.