ખેડૂતોના મોઢે આવેલ કોડિયો છીનવાયો ; ખેડૂત બન્યા ચિંતાતૂર ; હજુ થોડાક સમય અગાઉ રણમલપુર પાસેની કેનાલમાં ગાબડા પડયા બાદ વધુ એક ભ્રષ્ટાચારની પોલ છતી
હળવદના ચરાડવા ગામ પાસેથી પસાર થતી માઈનોર કેનાલ બે વર્ષ પહેલા નિર્માણ પામેલ હોય ત્યારે કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોય તેમ કેનાલમાં ભ્રષ્ટાચારરૂપી ગાબડા પડતા કોન્ટ્રાકટરની પોલ છતી થવા પામી છે. સાથે જ આવા કોન્ટ્રાકટરો સામે પગલા લેવા ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. તો બીજી તરફ હજુ બે દિવસ પહેલા જ આ માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે કોન્ટ્રાકટરની નબળી કામગીરીના લીધે ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં નહીવત વરસાદના કારણે ખેડૂતોની માંગને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા મોરબી જિલ્લાની નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે હળવદની ચરાડવા પાસે આવેલ નર્મદા બ્રાન્ચની માઈનોર કેનાલમાં ગત મોડી રાત્રે ગાબડું પડી જતા કેનાલમાં આવતું પાણી બંધ કરવામાં આવ્યું છે. જેના પગલે ચરાડવાની મોતેરી વિસ્તારમાંથી પસારથી કેનાલ તાત્કાલીક ધોરણે બંધ કરાતા ખેડૂતોના મોઢે આવેલ કોડીયો છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગામના હિતેશ કાંતિભાઈ સોનગ્રાએ જણાવ્યું હતું કે, અમારી ગામની મોતેરી વિસ્તારમાં આવેલ કેનાલમાં રાત્રે ગાબડા પડી જતા માઈનોર કેનાલ બંધ કરાઈ હતી જાકે બે દિવસ પહેલા જ આ કેનાલોમાં પાણી આવ્યુ હતું અને કોન્ટ્રાકટરના ભ્રષ્ટાચારના પાપે કેનાલ પુનઃ બંધ કરાતા ખેડૂતો નિરાશ થયા હતા.
વધુમાં ચરાડવાના ખેડૂત હિતેશભાઈ સોનગ્રાએ જણાવ્યું હતું કે, કટકીબાજ કોન્ટ્રાકટર દ્વારા આચરચવામાં આવેલ ભ્રષ્ટાચારના કારણે આ માઈનોર કેનાલ હજુ બે વર્ષ પહેલા જ બની છે અને ગત રાત્રે આ કેનાલમાં ગાબડા પડતા કોન્ટ્રાકટરની પોલ છતી થઈ હોવાનું બહાર આવ્યું છે.