ફેસબૂકનો શેર બુધવારે આફ્ટર ટ્રેડિંગ અવર્સમાં 20 ટકા તૂટીને 173.50 ડોલર પર બંધ રહ્યો હતો. આ કારણે કંપનીની માર્કેટ કેપ 8.65 લાખ કરોડ રૂપિયા (126 અબજ ડોલર) ઘટી ગઇ હતી. કારોબાર દરમિયાન શેર 24 ટકા તૂટ્યો હતો. નિયમિત ટ્રેડિંગ શરૂ થતા પહેલા ગુરુવારે પણ આ સ્થિતિ રહેશે તો અમેરિકન શેરબજારના ઇતિહાસમાં એક દિવસનું સૌથી મોટું નુકસાન થશે. તે પહેલા પહેલી સપ્ટેમ્બર 2000ના રોડ ઇન્ટેલને 6.25 લાખ કરોડ રૂપિયા (91 અબજ ડોલર)નું નુકસાન થયું હતું. જુલાઇ 2012માં ફેસબૂકના શેરમાં એક દિવસમાં 12 ટકાનો ઘટાડો આવ્યો હતો.
ભારતની સૌથી મોટી કંપની ટીસીએસનું માર્કેટ કેપ 7.57 લાખ કરોડ રૂપિયા છે. બીજા નંબરની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વેલ્યુ 7.07 લાખ કરોડ રૂપિયા છે. વિશ્વના 128 દેશોની જીડીપી 7 લાખ કરોડ રૂપિયા (100 અબજ ડોલર)થી ઓછી છે.
અમેરિકન શેરબજારમાં એક દિવસનું નુકસાન
વર્ષ | કંપની | માર્કેટ કેપમાં ઘટાડો |
સપ્ટેમ્બર 2000 | ઇન્ટેલ | 91 અબજ ડોલર |
ઓક્ટોબર 2008 | એક્સન મોબિલ | 53 અબજ ડોલર |
જાન્યુઆરી 2013 | એપલ | 60 અબજ ડોલર |