ચાર ખેલાડીઓએ લગાવ્યા અર્ધશતક
ભારત અને સેકસેસ વચ્ચે રમાઈ રહેલી ૩ દિવસીય વોર્મઅપ મેચમાં પહેલા દિવસે ભારતે ૬ વિકેટે ૩96 રન બનાવ્યા છે. દિનેશ કાર્તીકે ૮૨ રન અને હાર્દિક પંડયાએ ૩૩ રન બનાવી નાબાદ થયા છે. આ બંને વચ્ચે ૬૧ રનની હિસ્સેદારી છે.
તોબીજી તરફ ટીમ ઈન્ડીયાના શાનદાર બલ્લેબાજ શિખર ધવને મેચના ત્રીજા દડા પર જ આઉટ થઈ ગયા ધવન ૦ રને આઉટ થઈ ગયા હતા ત્યારબાદ ચેતેશ્ર્વર પૂજારા પણ એક રન બનાવીને પેવેલીયનમાં પરત ફર્યા જયારે પૂજારા આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર માત્ર પાંચ રન હતો. અર્જિંકય રાણે ૧૭ રન બનાવીને આઉટ થઈ ગયા રાણે અને વિજયે ૩૯ રનની હિસ્સેદારી નોંધાવી તે વખતે ટીમનો સ્કોર ૧૩૪ હતો
ત્યારબાદ મુરલીવિજય ૫૩ રન બનાવીને આઉટ થયા મુરલી વિજયે વિરાટ સાથે ૯૦ રનની હિસ્સેદારી નોંધાવી ભારતીય પપારીને સંભાળી લીધી ત્યારબાદ સ્કોર બોર્ડમાં ૧૩ રનનો જ વધારો થયો હતો. કે કપ્તાન કોહલી પણ ૬૮ રન બનાવી આઉટ થઈ ગયા ત્યારબાદ કાર્તિક અને રાહુલે શતક બનાવી ટીમ ઈન્ડિયાને સંકટમાંથી મૂકત કર્યા અને સ્કોર ૨૫૦ ની પાર થઈ ગયો પણ ત્યારે જ કેએલ રાહુલ ૫૮ રન બનાવીને જ આઉટ થઈ ગયા.
પહેલા આ વોર્મઅપ મેચ ચાર દિવસ સુધી રમાવાની હતી પરંતુ પછી તેને ત્રણ દિવસીય કરી દેવામાં આવ્યો આ મેચ કોઈ પ્રથમ શ્રેણીનો મુકાબલો નથી તેવામાં ભારતીય ટીમ પોતાના ૧૮ ખેલાડીઓને ટીમમાં સામેલ કરી શકાય છે. ટીમ ઈન્ડીયાને ૧ ઓગષ્ટે જ ઈગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરીઝની શરૂઆત કરવાની છે. તે માટે તૈયારી કરતા ટીમ ઈન્ડીયા પાસે આ એક જ અભ્યાસ મેચ છે.