ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ આયોજીત લગ્નોત્સવનો વિવિધ જ્ઞાતિજનોએ લીધો લાભ

ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સર્વધર્મ-સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિનાં સંયુકત ઉપક્રમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો લગ્નોત્સવમાં ૪૦ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા.

લગ્નોત્સવમાં બ્રાહ્મણ, લોહાણા, લેઉઆ પટેલ, દલિત, બાવાજી, રાવળદેવ, વાળંદ, તળપદા કોળી, ચુંવાળીયા કોળી, બારોટ, મોચી, બહ્મક્ષત્રીય, પ્રજાપતિ, લુહાર, નેપાળી અને મુસ્લીમ સમાજના ૪૦ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા આ તકે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

vlcsnap 2017 04 17 08h48m52s166લગ્નોત્સવને સફળ બનાવવામાં ચંપકનગર સાર્વજનીક ગણેશ ઉત્સવ સમિતિનાં પ્રમુખ, વોર્ડ નં.૬ના કોર્પોરટર અને બાંધકામ સમિતિ મનપાનાં ચેરમેન મુકેશ રાદડીયાના માર્ગદર્શન હેઠળ જીતેન્દ્રસિંહ જાડેજા, ભરત ગોંડલીયા, શૈલેષ રાઠોડ, જીતેન્દ્ર રૈયાણી, દિપેશ વૈષ્ણવ, કિશોર સોલંકી, જીતુ ડોબરીયા, અજય દસાડીયા, નિલેષ ગોસાઈ, ધર્મેશ ઠુંમર, દેવાંગ કુકાવા, જયેશ ઢોલરીયા, કમલેશ દોમડીયા, મગન પીપળીયા, રાજેશ રંગાણી, અમુભાઈ લુણાગરીયા ચંદ્રેશ રૈયાણી, મૌલીક તળાવીયા, દિનેશ સોલંકી, જયદીપ હરસોડા, ભાવીન રામણી અને વૈભવ ખાત્રા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.