રાજકોટના ડીસીપી કરણરાજ વાઘેલા મોરબી અને બલરામ મીણાની
રાજકોટ રૂરલમાં બદલી
સુરતના રવિ મોહન સૈની ડીસીપી ઝોન-૧ અને ધોળકાના મનોહરસિંહ જાડેજા ડીસીપી ઝોન-૨માં નિમણુંક
રાજયના ૩૩ સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલી બાદ ગૃહ વિભાગ દ્વારા ૬૬ એસપી કક્ષાના પોલીસ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. રાજકોટ શહેરના બંને ડીસીપી અને રૂરલ એસપીની બદલી થઇ છે.
રાજકોટ શહેરના પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનર બાદ બંને ડીસીપી કરણરાજ વાઘેલાની મોરબી જિલ્લામાં એસપી અને બલરામ મીણાની રાજકોટ રૂરલ એસપી તરીકે બદલી થતા રાજકોટ શહેરના ડીસીપી ઝોન-૧માં સુરતથી રવિ મોહન સૈની અને ધોળકાના મનોહરસિંહ જાડેજાને ડીસીપી ઝોન-૨માં નિમણુંક આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદની અમદાવાદ એટીએસમાં બદલી થતા તેમની જગ્યાએ ડીસીપી બલરામ મીણાની નિમણુંક આપવામાં આવી છે.
છોટા ઉદેપુરના એએસપી ધર્મેન્દ્ર શર્માની રાજકોટ જેલમાં એસપી તરીકે નિમણુંક આપવામાં આવી છે. સુરેન્દ્રનગરના એસપી દિપકકુમાર મેઘાણીની વડોદરા ડીસીપી તરીકે બદલી થતા તેમની જગ્યાએ ખેડા એસપી મનીન્દર પ્રતાપસિંધ પવારની નિમણુંક કરાઇ છે. જામનગરના એસપી પ્રદિપકુમાર સેજુલની બનાસકાંઠા એસપી તરીકે બદલી થતા તેમની જગ્યાએ વડોદરા પશ્ચીમ રેલવેના એસપી શરદ સિંધલની નિમણુંક કરાઇ છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા નિલેશ જાંજડીયાની પાટણ એસપી તરીકે બદલી થતા તેમની જગ્યાએ સાબરકાંઠાના સૌરભ સિંધની નિમણુંક કરવામાં આવી છે.
પોરબંદર એસપી શોભા ભૂતડાની મહેસાણા બદલી થતા તેમની જગ્યાએ રાધનપૂર પાટણથી પાર્થરાજસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટના એસીપી ડો હર્ષદ મહેતાને બઢતી સાથે વડોદરા જેલમાં એસપી તરીકે, અમદાવાદ વેસ્ટન રેલવેના એસપી પરિક્ષીત રાઠોડને પૂર્વ કચ્છ અને અમદાવાદ ડીસીપી ઝોન-૩ રાહુલ ત્રિપાઠીની ગીર સોમનાથ જિલ્લામાં એસપી તરીકે બદલી કરાઇ છે