અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાનના ઉજાશ તરફ લઇ જાય તે ગુરૂ
અષાઢ સુદ પુનમને શુક્રવારના દિવસે ગુરુ પૂર્ણિમા છે આ દિવસને વ્યાસ પુર્ણિમા પણ કહેવામાં આવે છે. અજ્ઞાન રુપી અંધકારમાંથી તરફ જ્ઞાન રૂપી ઉજોશ તરફ જન્મર ગુરુના આશીર્વાદ મેળવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમાંદેવ, તીર્થ, મંત્ર, જયોતિષ, વૈદ્ય અને ગુરુ આ સર્વમાં જેવી ભાવના હોય શ્રઘ્ધા હોય તેવું જ અને તેટલું ફળ મળે છે. આથી માતા-પિતા વડીલો અને ગુરુ પ્રત્યે આદરભાવ અને શ્રઘ્ધા રાખવી જોઇએ. આથી કહેવાયું છે કે ગુરુ વાકય જનાર્દનમગુરુ એટલે કે ગુકરુ
ગુ- અંધકાર, રૂ- નાશ કરનાર, ગુરૂ એટલે કે અંધકારને નાશ કરનાર
પહેલાના જમાનામાં રાજાઓ પણ ગુરુ આજ્ઞાનું ઉલ્લધન કરતા નહીં ઇતિહાસમાં મકાન ગુરુઓમાં વિશ્ર્વામિત્ર, ગુરુદત્તાત્રેય, દ્રોણાચાર્ય, સંદીપની ઋષી મહર્ષિ વેદવ્યાસ દેવગુરુ બ્રહસ્પતિ શંકરાચાર્ય વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ જેવા અનેક ગુરુઓએ ભારતીય સંસ્કૃતિ પરંપરાને જાળવાનું અને મનુષ્ય જીવન સરળ કરવાનું કામ કરેલ.
આપણા જીવનનો કોઇપણ વિકટ પશ્ર્ણ હોય મુશીબત હોય આનો ઉકેલ ગુરુ પાસે જાય એટલે આવેજ
ગુરુ સંસારના દુ:ખેામાંથી મુકિત અપાવે છે. ભગવાનશ્રી રામચંદ્ર અને શ્રી કૃષ્ણભગવાન પણ ગુરુ પાસે જ્ઞાન લેવા ગયેલા
આમ ગુરુ વગરનો સંસાર નકામો છે.
ગુરૂપુજન
સ્વયં ગુરુજી અથવા તેમની પાદુકાનું પુજન કરવું, સૌ પ્રથમ ગુરુજીને ચંદનનો ચાંદલો કરી ચોખા ચડાવા ત્યારબાદ ફુલનો હાર પહેરાવો ત્યારબાદ ગુરુજીના જમણા પગના અંગુઠાનું પુજન કરવું સૌ પ્રથમ પંચામૃત જમણા પગના અંગુઠો ચડાવું ત્યારબાદ જળ ચડાવુ ત્યાર બાદ અંગુઠો લુછી અંગુઠાને ચાંદલો ચોખા કરવી ફુલ તથા ફુલ ચડાવું અને ગુરુદેવના આશીર્વાદ લેવા. જીવનમાં ગુરુ હોવા જરુરી છે. પરંતુ ના હોય તો પોતાના માતા-પિતા નું પુજન પણ આ દિવસે ગુરુ તરીકે કરી શકાય છે.