માળિયાના જાજાસર ગામે ચા બનાવતા પૂર્વે સગડીમાં વધુ કેરોસીન નખાઈ જતા તેની જાળની ઝપટે આવતા મહિલાનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયાના જાજાસર ગામે ભાવનાબેન રાજુભાઇ કોળી સવારે ૬ વાગ્યે પરિવાર માટે ચા બનાવવા જતા હતાં. ત્યારે સગડી સળગતી ન હોવાથી તેઓએ સગડીમાં કેરોસીન નાખ્યું હતું. આ કેરોસીન વધુ નખાઈ જતા તેઓ આગની જાળની ઝપેટમાં આવી ગયા હતા. આગમાં દાઝી જતા આ મહિલાનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે જરુરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.