ગણતરીની મિનિટોમાં પોલીસે યુવતીનો જીવ બચાવ્યો
ફેસબુકે આત્મહત્યા કરવા જઈ રહેલી આસામની એક યુવતીનો જીવ બચાવવા પોલીસની મદદ કરી ફેસબુકે આ અંગે એલર્ટ મોકલીને પોલીસને સાવધાન કરી દીધા અને પોલીસે ઘટના સ્થળે પહોચી યુવતીનો જીવ બચાવ્યો.
ફેસબુકના અમેરિકા સ્થિત હેડકવાર્ટરમાં મંગળવારે રાત્રે ગુવહાટી પોલસીને એલર્ટ મોકલ્યું આ એલર્ટમાં કહ્યુંં હતુ કે તમારા ક્ષેત્રમાં એક યુવતી આત્મહત્યા કરવા જઈ રહી છે. ત્યારબાદ પોલીસે ૩૦ મીનીટની અંદર જ માહિતી મેળવી આ યુવતીને આત્મહત્યા કરતી રોકી.
પોલીસે જણાવ્યું કે સગીર યુવતીએ તેના ફેસબુકમાં લખ્યું હતુ કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે. ત્યારબાદ ફેસબુકે તેની તપાસ કરી અને યુવતીના જીયોલોકેશનને શોધી તે વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં તુરંત જાણકારી મોકલી ત્યારબાદ પોલીસે એ યુવતીની શોધખોળ શરૂ કરી તેના ઘરે પહોચી ગયા અને તેની સાથે વાતચીત કરી આત્મહત્યા કરતા રોકી લીધી
પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ આ યુવતીની હાલત સારી છે. અને તે પુરી રીતે સુરક્ષીત છે.યુવતીએ તેની ફેસબુક પોસ્ટ પણ ડીલીટ કરી દીધી છે.