ટોળાની આક્રમકતાને કાબુમાં લેવા વોટસએપનું નવું ફિચર કામ કરશે
સોશ્યલ મિડીયામાં વધતા જતા ફેક ન્યુઝને પગલે વોટસએપ દ્વારા હવે આવી શંકાસપદ લીંકને ઝડપી પાડવા નવું ફિચર લાવી રહ્યું છે. આ ફિચર દ્વારા ઉપભોકતાએ કેટલાક સવાલના જવાબ આપવા પડશે અને ત્યારબાદ જ તે તેના વોટસએપનો ઉપયોગ કરી શકશે. આ સવાલના જવાબો દ્વારા સોશ્યલ મિડીયામાં વહેતા થતા ફેક ન્યુઝ અને આવા ફેક ન્યુઝ ફેલાવનાર લોકોને શોધી કઢાશે.
મળતી માહિતી પ્રમાણે એન્ડ્રોઈડ ફોનમાં આ શંકાસ્પદ ફિચર શંકાસ્પદ લોકોને જ ટેગ કરશે. મહત્વનું છે કે અગાઉ ઈન્સ્ટન્ટ મેસેજીંગ સર્વિસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, એક મેસેજ પાંચ વ્યકિતને જ મોકલી શકાશે. જેથી કરીને ફેક ન્યુઝને મોટી સંખ્યામાં ફેલાતા રોકી શકાય. વોટસએપનો પણ એવો જ ઈરાદો છે કે તે પણ ફેક ન્યુઝને નિયંત્રણમાં મુકી દે માટે જ તે આ નવું ફીચર લાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં જ ફેક ન્યુઝને લઈ વોટસએપ ફેલ ગયાનું જણાવ્યું હતું જેના કારણે કેટલાક રાજયમાં ટોળાઓ હિંસક બન્યા હતા અને ફેક ન્યુઝને કારણે આવા લોકોની ગતિવિધિઓ સામે એકશન લેવા પડયા હતા.