ઊના અતિવૃત્તિ માં અનેક ગામો બેટ માં ફેરવ્યા હતા, જેમા થી ઉના તાલુકાનું ઊંટવાળા ગામ પણ બાકાત નથી, ઊંટવાળા માં ૪૦૦૦ વસ્તી ધરાવતા આ ગામમાં ૪૦૦ ની આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ ધોધમાર વરસાદ ને કારણે ગામની વચ્ચે આવેલો કોજ વે ધોવાઈ જતા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ સતત ૧૫ દિવસ સુધી શાળામાં અભ્યાસ કરવા જય શક્ય ન હતા, શાળામાં શિક્ષકો તો આવતા પણ કોઝ વે ધોવાયો હોવાના કારણે બાળકો શાળા એ જય શકતા ન હતા.ઊંટવાળા ગામના લોકોના જણવ્યા મુજબ આ કોઝવે ૨૦૧૪ માં આવેલા વરસાદમાં થોડો ધોવાયો હતો પણ હાલમાં આવેલા ધોધમાર વરસાદ ના કારણે આ કોઝવે વધુ ધોવાઈ ગયો છે અને ગામના સરપંચે અનેક વાર તંત્ર ને લેખિત અને મોઉખિક રજુઆત કરવા છતાં તંત્ર ના બહેરા કાને વાત અથડાય ને પાચી આવે છે, તો અનેક લોકો ને વરસાદ દરમિયાન દોરડા બાંધીને આ માલણ નદી માંથી જીવન જોખમે પાણીમાં થી પસાર કરાયા હતા, તો કોઝવે તૂટી જવાના કારણે વિદ્યાર્થીઓ નું ૧૫ દિવસ સુધી શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું, જોકે ગ્રામ પંચાયત અને ગામ લોકો દ્વારા ફંડ એકઠું કરી હાલ તો આ કોઝવે નું સમર કામ કરી ને વિદ્યાર્થી ઓનું શિક્ષણ ન બગાડે તેવી વ્યવસ્થા કરી છે પરંતુ સવાલ એ થાય છે કે ભવિષ્ય માં આ કોઝવે પર થી કોઈ જાનહાની સર્જાય તો જવાબદારી કોની.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!