અગાઉ શિષ્યો આવતા તેમની ત્રીજી પેઢી પણ અત્યારે વિધા-જ્ઞાન પ્રાપ્ત કરે છે
સંતોષાનંદ સંસ્કૃતપાઠ શાળાની શરૂઆત આજ થી ૪૨ વર્ષ પહેલા થયેલી પૂજય ગૂરૂદેવ પુષ્કરભાઈ કે જાની એ જયારે સૌરાષ્ટ્રમાં વેદનો વ્યાપ ઘટયે જતો હતો ત્યારે વેદ દ્વારા બ્રાહ્મણ પુત્રો તથા સમાજનો ઉધ્ધાર થાય અને ભારતીય સંસ્કૃત જળવાય રહે તે હેતુથી આ પાઠશાળાની શરૂઆત કરવામા આવેલી ખાસ કરીને એ સમયે રાજકોટમાં એક પણ વેદની પાઠશાળા હતી.સંતોષાનંદ સંસ્કૃત પાઠશાળામાં બ્રાહ્મણોના પુત્રોને વેદ સંહિતા રૂદ્રી ચંડીપાઠ જયોતિષ ભાગવત તથા દરેક પ્રકારની ધાર્મિક વિધિનું જ્ઞાન પહેલેથી જ આપવામા આવે છે. અને ખાસ કરીને સાથે સારા ચારીત્ર્યનું ઘડતર કરવામા આવે છે.
અત્યાર સુધીમાં ૪૨ વર્ષમાં ગૂરૂદેવ પાસેથી આસરે બે હજારથી પણ વધારે શિષ્યો સંપૂર્ણ જ્ઞાન લઈ ચુકેલ છે. અને રાજકોટ ગુજરાતમાં નહિ પરંતુ ગૂરૂદેવના વિદ્યાર્થીઓ વિદેશમાં પણ વેદનાે પ્રચાર કરી રહેલ છે. આમ સંતોષાનંદ પાઠશાળા દ્વારા ભારતીય સંસ્કૃતિને જાળવાનો એક મોટો હવન ૪૨ વર્ષથી ચાલી રહેલ છે.
પૂ.ગૂરૂદેવ પાસે પહેલા જે શિષ્યો આવતા તેમની ત્રીજી પેઢી અત્યારે વિધા જ્ઞાન લેવા આવે છે.