રાજકોટથી ચારેય દીશામાંથી મીનીબસ દોડાવાય છે,પરંતુ મુસાફરો અજાણ
એસ.ટી. બસના મુસાફરોને વધુ અને સારી સુવિધાનો લાભ મળી શકે અને ખાનગી બસોની હરીફાઈમાં ટકી રહેવા એસ.ટી. નિગમ યાત્રીકો માટે જુદી જુદી નવી સેવાઓનું અમલ કરી રહ્યું છે. પરંતુ પરિસ્થિતિ જોતા તો એવું જ લાગે છે કે, એસ.ટી. નિગમ વિવિધ સેવાઓનાં લાભના પ્રચાર પ્રસારમાં વામણુ સાબિત થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રાજકોટ એસ.ટી. નિગમ દ્વારા મેટ્રોલીંક મિનિ બસ દોડાવવામાં આવી રહી છે. જેને લઈ યાત્રીકોને બસ સ્ટેન્ડ સુધી ધકકો ખાવો ન પહે અને રાજકોટની બહારથી જ એસ.ટી. બસની સુવિધા મળી રહે પરંતુ આ મેટ્રોલીંગ મીની બસથી મુસાફરો અજાણ હોય તેવું જાણવામાં આવ્યું છે. મેટ્રોલીંક મીનીબસમાં મુસાફરોની સંખ્યા પણ નહિવત જોવા મળી રહી છે. એસ.ટી.નિગમ દ્વારા મેટ્રોલીંક મીની બસનો પ્રચાર પ્રસાર સારી રીતે કરાય તેવી માંગ ઉઠવા પામી છે.
એસ.ટીની મેટ્રોલીંક બસના રુટ
કે.કે.વી. ચોકથી કાલાવડ
પંચાયતનગર ચોકથી ધોરાજી, ઉપલેટા, જામજોધપુર
માધાપર ચોકડીથી જામનગર, મોરબી
ગોંડલ ચોકડીથી જૂનાગઢ
ગ્રીનલેન્ડ ચોકડીથી ચોટીલા
આજીડેમ ચોકડીથી જસદણ