ડિફેન્ડીંગ ચેમ્પીયન ભારત અને પાકિસ્તાનની ટીમ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૯મી સપ્ટેમ્બરે ટકરાશે. ૧૫મી એ શરૂ થનાર ઓડીઆઇ ર૮ સુધી ચાલશે. જેમાં ભારત કવોલીફાયર અને પાકિસ્તાન સામે કુલ ર મેચ રમશે. એશિયા કપમાં યુએઇ, સિંગાપુર, ઓમાન, નેપાલ, મેલેશિયા અને હોંગકોંગની ટીમો ઉતરશે.
ગ્રુપ એમાં ભારત, પાકિસ્તાનઅને કવોલીફાયર ટીમ રહેશે. જયારે ગ્રુપ બીમાં શ્રીલંકા, બાગ્લાદેશે અને આધાનીસ્તાન રહેશે. દરેક ગ્રુપમાં ટોપ ર ટીમો કવોલીફાઇ કરશે. ફાઇનલ મેચ ર૮મીએ દુબઇમાં રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ૧૨૯ વન-ડે મેચો રમાઇ ચુકી છે જેમાં માત્ર પર મેચો ભારતે જીતી છે. અને ૭૩માં ભારતે હારનો સામનો કરવો પડયો છે તો ૪ મેચોનું કોઇ પરિણામ જ આવ્યું નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ૧૨૯ વન–ડે મેચો રમાઇ
શેડયુલ ગ્રુપ સ્ટેજ
૧પ સપ્ટેમ્બર બાંગ્લાદેશ વિરુઘ્ધ શ્રીલંકા (દુબઇ)
૧૬ સપ્ટેમ્બર પાકિસ્તાન વિરુઘ્ધ કવોલીયાર (દુબઇ)
૧૭ સપ્ટેમ્બર શ્રીલંકા વિરુઘ્ધ અફઘાનીસ્તાન (અબુધાબી)
૧૮ સપ્ટેમ્બર ભારત વિરુઘ્ધ કવોલીફાયર (દુબઇ)
૧૯ સપ્ટેમ્બર ભારત વિરુઘ્ધ પાકિસ્તાન (દુબઇ)
૨૦ સપ્યેમ્ર બાંગ્લાદેશ વિરુઘ્ધ અફઘાનીસ્નાન (અબુ ધાબી)