માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દ્વારા પશ્ચિમ રેલવેની પીચ પર સામાજીક જાગૃતિ માટે શાનદાર સ્ટ્રોક
ભારતીય ક્રિકેટના માસ્ટક બ્લાસ્ટર અને મુંબઇનાવડર બોય તરીકે દુનિયાભરમાં પોતાનું નામ રોશન કરનાર ભારત રત્ન સચિન તેદુલકર ટ્રેસપાસિંગ , મહીલા સુરક્ષા અને સ્વચ્છતા જેવા ગંભીર મુદ્દે વિશેષ જાગૃતિ અભિયાન ના પ્રચાર પ્રસાર માટે પશ્ચિમ રેલવેનો ચહેરો બન્યા છે.
પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જારી કરેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર ટ્રેસ પાસીંગ, મહીલા સુરક્ષા અને સ્વચ્છતા જેવા આ ત્રણ મુદ્દાઓ પશ્ચિમ રેલવેને કાળજીના મુખ્ય વિષયો રહ્યા છે કારણ કે તે આપણા બહુમુલ્ય પ્રવાસીઓની સાથે સીધા જોડાયેલા છે. આ અગાઉ પણ પશ્ચિમ રેલવે દલજીત દોસાઝ જોયા અખ્તર, જેકી શ્રોફ, અબ્રાહમ વગેરે જેવી પ્રસિઘ્ધિ વ્યકિતઓને સામેલ કરીને વિભિન્ન વિશેષ્ટ જાગૃતિ અભિયાન આયોજિત કરી ચુકયું છે. તથા હવે એક સ્પેશિયલ ધમાકેદાર એપિયરન્સ તરીકે આમથી મુંબઇના માસ્ટર બ્લાસ્ટર સચિવ તેદુલકરે મહીલા સુરક્ષા, ટ્રેસપાસીંગ અને સ્વચ્છતા સાથે સબંધીત સામાજીક જાગૃતિ માટે પોતાના અણમોલ વિચાર અને સંદેશ વ્યકત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮-૧૯ ને રેલ મંત્રી પિયુષ ગોયલ દ્વારા મહીલા અને બાળ સુરક્ષાને સમર્પિત કરવામાં આવેલ છે. આ જ ક્રમમાં પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક એ.કે.ગુપ્તા પણ સંપૂર્ણ પશ્ર્વિમ રેલવે ખાસ કરીને મુંબઇના ઉપનગરીય ખંડ પર મહીલા સુરક્ષા માટે વિભિન્ન યોજનાઓના યોગ્ય અમલમાં ઊંડો રસ લઇ રહ્યા છે. તાજેતરમાં જ મુંબઇની મહીલા પ્રવાસીઓ સાથે સંવાદ સત્રોનું વિશેષ અભિયાન એક સપ્તાહ સુધી પશ્ર્ચિમ રેલવેના મુખ્ય ઉપનગરીય સ્ટેશનો પર સફળતાપૂર્વક આયોજીત કરવામાં આવ્યું જેની સૌએ પ્રસંશા કરી અને મોટી સંખ્યામાં મહીલા પ્રવાસીઓ દ્વારા આને ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો. આ જ ક્રમમાં હવે મુંબઇના વંડર બોય સચિત તેદુલકરે મહીલા સુરક્ષાના સામાજીક મુદ્દાઓની સાથે સાથે ટ્રેસ પાસીંગય અને સ્વચ્છતાને પ્રોત્સાહીત કરવા પશ્ચિમ રેલવીને પીચ પર સામાજીક જાગૃતિ સંબંધે પોતાના વિચારો અને સંદેશાઓના માઘ્યમથી વૈચારિત સ્ટ્રોક લગાવીને એક નવી ઇનીંગનો પ્રારંભ કર્યો છે.
આ વિશેષ જાગૃતિ અભિયાનમાં શોર્ટ વિડીયો- ઓડીયો સચિવ તેંદુલકરની રેકોડીંગ કિલપની સાથે સામેલ છે. જેનો પશ્ચિમ રેલવેના તમામ એલઇડી સ્શીન પર પ્રદર્શિત કરવામાં આવશે. તથા આને આગામી કેટલાક મહીનાઓ સુધી ચાલે રખાશે. વિડીયો કિલપને લોકપ્રિય ટીવી ચેનલો, સિનેમાગૃહોમાં પણ પ્રદર્શિત કરાશે. જયારે ઓડીયો કિલપને ઉપનગરિય સ્ટેશનો, ટ્રેનો તથા મુખ્ય એફએમ રેડીયો ચેનલો પર ચલાવવામાં આવશે. આજ પ્રકારે આ જાગૃતિ સંદેશો આપતા પોસ્ટરો પણ પશ્ચિમ રેલવેના ઉપનગરીય સ્ટેનશોના મુખ્ય સ્થાનો પર પ્રદર્શિત કરાશે આ વિડીયો કિલપને પશ્ર્ચિમ રેલવેના અધિકૃત સોશિયલ મિડીયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ટવિટર અને યુ ટયુબ પર પહેલેથી જ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
જેથી સંદેશો વધુને વધુ લોકો ખાસ કરીને યુવાઓ સુધી પહોંચી શકે ભાકરે જણાવ્યું હતું કે સચિન તેંદુકર દ્વારા જાગૃતિ સંદેશનો વિશેષ સુરક્ષિત વિડીયો તાજેતરમાં જ શુટ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે પ્રવાસીઓને ટ્રેસપાર્સિગ તથા સ્ટટથી દૂર રહી સુરક્ષિત પ્રવાસ કરવાની અપીલ કરી છે. તેમણે મહીલા સુરક્ષા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવેના પ્રયત્નોમાંસહયોગ આપવા પણ પોતાના સંદેશ દ્વારા જાગૃત કર્યા છવે આ જાગૃતિ અભિયાન અંતગત તમારા જીવનનું મુલ્ય સમજો – સુરક્ષિત પ્રવાસ કરો તેવું કહેતા તેમણે ટ્રેનમાં જોખમ ભર્યા સ્ટંટ કરનારા યુવકોની સંખ્યામાં થઇ રહેલ વધારા બાબતે પણ ચિંતા વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા સ્ટંટ રીલ લાઇફમાં સારા છે. રીયલ લાઇફમાં નહીં. તેમણે એવું પણ કહ્યું હતું કે તમારા દ્વારા કરવામાં આવતા બિન જવાબદાર કૃત્યથી તમારા પરિવારજનોને તેની કિંમત ચુકવવી પડે છે.
સ્છચ્છ રેલ અર્ંતત સ્વચ્છતાના મહત્વ પર ભાર મુકતા તેંદુકરે માત્ર રેલવેને સ્વચ્છ રાખવાની જ નહીં. પરંતુ દેશને પણ સ્વચ્છ રાખવાની અપીલ કરી હતછ. તેમણે રેલવેના સૂત્ર આવો સૌ મળીને બનાવીએ આપણે રેલ ને સ્વચ્છ અને સુંદરની પણ પ્રશંસા કરી હતી.