ભારતીય મેન્યુફેકચરે ઈગ્લેન્ડના સ્પીડ ફેસ્ટમાં કર્યું ખાસ કારનું પ્રદર્શન
ભારતીય સ્પોર્ટસ કાર મેન્યુફેકચરર પગાની ઓટોમોબાઈલે આ વર્ષે દુનિયાની સૌથી મોંઘી અને લગ્ઝુરીયસ રૂ.૧૨૨ કરોડની સ્પોર્ટસ કાર બહાર પાડી છે. ઈગ્લેન્ડના ગુડવુડ સ્પીડ ફેસ્ટીવલમાં ૮૦૦ પીએસ હાયપર કારનો દાવો છે કે તે વિશ્ર્વની સૌથી મોંઘી કાર છે. આ કાર અલ્ટ્રા લીમીટેડ એડિશન છે. જેના ફકત ૩ જ યુનિટ બનાવવામાં આવ્યા છે. અને તે ત્રણેય મોડલ પણ વહેચાઈ ચૂકયા છે. ભારતીય મેન્યુફેકચર પગાની ઝેન્ડા એચપીની કાર અધતન બનાવવામાં આવી છે.
પગાની મધ્ય એન્જીન માટે પ્રખ્યાત છે. જે ૧૯ વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા આ કાર ખાસ એવા લોકો માટે બનાવવામાં આવી છે જે પરિવહન સમયે પ્રાકૃતિક હવા વધુ પસંદ કરે છે. કારના ટોપને હરતુ ફરતુ રાખવામાં આવ્યું છે. આ કારમાં ક્રોપ વિન્ડશીડ અને કાર્બન ટાઈટેનીયમ કોમ્પોસ્પીટ બનાવવામાં આવ્યા છે. જે હુઆયરાથી પ્રેરીત છે.
કાર સાથે કોન્ટ્રાસ્ટ થતા વ્હીલ ગાડીના આકર્ષણમાં ચાર ચાંદ લગાવે છે. જમણી તરફના વ્હીલને બ્લુ રંગ આપવામાં આવ્યો છે. અને ડાબી બાજુના વ્હીલને સિલ્વર રંગવામા આવ્યું છે.
આકર્ષક ડિઝાઈન આપવાને બદલે કારને રોયલ અને યુનીક ટચ આપવામાં આવ્યો છે. હાયપર કારમાં આક્રમક ૭.૩ બીટનું મર્સીડીઝ એન્જીન છે.
કારમાં સ્પીડોમીટર માટે ૬ મેન્યુલ નિર્ધારીત કરવામાં આવ્યા છે. ૧૨૫૦ કિલો વજન ધરાવતા પાવર એન્જીન ૦.૧૦૦ કિમીની ગતી ૩ સેક્ધડમાં કાપી શકશે ચારેય વ્હીલો સ્વતંત્ર વિશબોન્સ સાથે રહેશે. આ કારમાં ૩૮૦ એમએમની બ્રેક આપવામાં આવી છે. કારનું ખાસ આકર્ષણ તેની સ્પીડ અને એન્જીનની ક્ષમતા પર આપવામાં આવ્યું છે.