જિલ્લા કાનુની સેવા સતા મંડળ અને અખિલહિંદ મહિલા પરિષદ દ્વારા મહિલા પરિષદ સંચાલીત રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ ખાતે મા અમૃતમ કાર્ડ વિતરણનો કાર્યક્રમ આયોજીત થયો હતો. મંડળના ડિસ્ટ્રીકટ લીગલ સેક્રેટરી આર.કે. મોઢ, સંપૂર્ણ પ્રકલ્પના પ્રેરક પરિષદ પ્રમુખ ભાવના જોશીપૂરા તેમજ પશ્ર્ચિમ ક્ષેત્રની જાણીતા સેવાવ્રતી જયમુનીભાઈ દવે હાજર રહ્યા હતા. તસ્વીરમાં લાભાર્થીઓ તેમજ પરિષદના સેક્રેટરી પ્રવિણાબેન જોશી તથા કોશાધ્યાક્ષ આશાબેન મદલાણી, આશ્રમ સંચાલીકા કુસુમબેન ઠાકર તથા પેરાલીગલ વર્કર હસુભાઈ પટેલ, જિંકલ માખેચા અને ગૌતમ સીરવાણી નજરે પડે છે.