કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવાનો મુખ્ય હેતુ સમાજ સેવા કરી લોકોના જીવન ધોરણને સુધારવાનો છે: કુંવરજીભાઈ બાવળીયા
સમસ્ત કોળી સમાજ રાજકોટ શહેર જિલ્લાના પ્રમુખ રમેશભાઈ પરમાર દ્વારા જણાવાયું છે કે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું કોળી સમાજ દ્વારાભવ્ય સન્માન કરાયું હતુ તેમજ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને ગુજરાત કોળી સમાજના પ્રમુખ ચંદ્રવદનભાઈ પીઠવાલાનું પણ કોળી સમાજ, દ્વારા સન્માન કરાયું હતુ આ તકે કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે કોંગ્રેસમાંથી ભાજપ પ્રવેશનો હેતુમાત્ર સમાજની સેવા અને સમાજના કચડાયેલા વર્ગ માટે વિકાસ અને તેના જીવન ધોરણને સુધારવાનો છે.
કોંગ્રેસના જાતીવાદના રાજકારણથી ત્રસ્ત થઈ ને ભાજપમાં સમાજના પ્રાણ પ્રશ્ર્નો માટે હંમેશા કાર્યરત રહીશ. આ તકે ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કોળી સમાજનો આભાર માનતા જણાવ્યું હતુ કે આ સમાજનો હુ કાયમી ઋણી રહીશ, વિધાનસભામાં મને ધારાસભ્ય તરીકે જીતાડવામાં કોળી સમાજનું વિશિષ્ઠ યોગદાન રહ્યું છે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ધર્મેશ ઝીઝુવાડીયાએ, સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોળી સમાજ, રાજકોટના પ્રમુખ રમેશભાઈ પરમારે કરેલ હતુ અને અંતમાં આભારવિધિ કોળી સમાજના યુવા પ્રમુખ મહેશભાઈ રાજપરાએ કરેલ હતી આત કે કોર્પોરેટર દેવુબેન જાદવ, મેનાબેન જાદવ, દિનેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ શહેર જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના હોદેદારો વિનુભાઈ સોલંકી, અલ્પેશ સાધરીયા, વિનોદ પરમાર, શૈલેષ જાદવ, વિજય ચૌહાણ, હિતેશ સરવૈયા, ગોપાલભાઈ કાલીયા, સવજીભાઈ સોરાણી, ઉકાભાઈ ડાંગર, રાજુ ઝાપડીયા, મહિલા જિલ્લા પ્રમુખ દીપ્તીબેન સોલંકી શહેર પ્રમુખ શ્રીમતી ચંદ્રીકાબેન વરાણીયા તેમજ રાજકોટ કોળી સમાજના વરિષ્ઠ આગેવાનો સર્વે મનસુખભાઈ જાદવ, ભીખુભાઈ ડાભી, સુરેશભાઈ બાવળીયા, બાબુભાઈ ઉધરેજા, ધીરૂભાઈ હાંડા, કાનાભાઈ શિયાળ, ભરતભાઈ બાડોદરાએ જહેમત ઉઠાવી હતી.