રાજકોટની ધરા પર ૧૭ વર્ષના લાંબા સમય બાદ ચાતુર્માસ બિરાજમાન યેલા, દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના સાંનિધ્યે શ્રી રોયલપાર્ક સનકવાસી જૈન મોટા સંઘ સી.એમ.પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયના આંગણે ભવ્યાતિભવ્ય સદગુરુ સમર્પણ અવસરનુ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રત્ન સુશાંતમુનિ મહારાજ આદિ ૬ સંત તેમજ ૬૯ સાધ્વીવૃંદ મળીને એકસો ૭૫ સંત-સતીજીઓની ઉપસ્થિતિમાં આયોજિત થયેલાં સદગુરુ સમર્પણ અવસરે સમગ્ર દેશ તેમજ વિદેશી હજારો ગુરુભક્તો, સંઘ શ્રેષ્ઠીવર્યો, સમસ્ત રાજકોટના મહિલા મંડળો, અર્હમ યુવા ગ્રુપ, લુક એન લર્નઆદિ અનેક અનેક મિશન્સના સભ્યો રાષ્ટ્ર સંત પૂ. ગુરુદેવના ચરણમાં ગુરુ ભક્તિ અર્પણ કરવા પધારશે.
આગ પુરુર્ષાથ કરીને હજારો ભાવિકોને સત્યનો બોધ પમાડી રહેલાં ઉપકારી ગુરુદેવ રાષ્ટ્રસંત પૂજ્યના ચરણમાં ઉપકારની અભિવ્યક્તિ અને શ્રદ્ધાભાવની અર્પણતા કરવા સાથે આ અવસરે પ્રેરણાત્મક સંદેશ આપતી સુંદર નાટિકાઓ,આગમગાાનું પઠન કરતાં નાના નાના બાળકો, મહિલા મંડળના સભ્યોની સુંદર પ્રસ્તુતિ અને શ્રદ્ધાભાવની અભિવ્યક્તિ કરતાં વિવિધ રસપ્રદ કાર્યક્રમો સાથે ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમ તા.૨૯ને રવિવાર સવારના ૯:૦૦ કલાકે ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, ૧૫૦ રિંગ રોડ, ઝેડ બ્લૂની સામે રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે.
જીવનને સાચી દિશા આપનારા, સત્યનો માર્ગ બતાવનારા એવા પરમ ઉપકારી સદગુરુ દેવ પ્રત્યે અંતર ભક્તિની તેમજ ઉપકારોની અભિવ્યક્તિ કરવા દરેક ભાવિકોને આ અવસરે પધારવા રોયલપાર્ક સંઘ તરફી અનુરોધ કરવામાં આવ્યો છે.