સજા પાંચ વર્ષથી ઓછી હોવાથી કોર્ટમાં જ જામીન મળી ગયા: ત્રણને દોષિત ઠેરવાયા, ૧૪ નિર્દોષ
હાર્દિક પટેલને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી લગાડવાના કેસમાં સ્થાનિક કોર્ટે દોષિત ઠેરવ્યો છે. હાર્દિક ઉપરાંત લાલજી પટેલ તેમજ એ.કે. પટેલ નામના આરોપીને પણ તેમાં દોષિત ઠેરવાયા છે. ૨૩ જુલાઈ ૨૦૧૫ના રોજ પાટીદારોએ વિસનગરમાં કાઢેલી રેલી દરમિયાન આ ભાંગફોડ કરવામાં આવી હતી. અને આ ઘટના બાદ જ પાટીદાર અનામત આંદોલન હિંસક બન્યું હતું.
હાર્દિક તેમજ લાલજી સહિતના આરોપીઓની હાજરીમાં કોર્ટે આ ફેસલો સંભળાવ્યો હતો. કોર્ટે ટૂંક જ સમયમાં આરોપીઓને સજા પણ જાહેર કરી દીધી હતી.સજા પાંચ વર્ષથી ઓછી હોવાથી તેમને કોર્ટમાં જ જામીન મળી ગયા છે
કોર્ટે બે વર્ષની સજા ફટકારવા ઉપરાંત લાલજી તેમજ હાર્દિકને ૫૦ હજાર રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે ફરિયાદી પત્રકાર ઉપરાંત જેમની ગાડી સળગી હતી તેના માલિક બાબુજી ઠાકોર તેમજ ધારાસભ્ય ઋષિકેશ પટેલને વળતર આપવા માટે પણ કોર્ટે આદેશ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી તરીકે પત્રકાર સુરેશ વણોલ હતા. જેમને આ હિંસા દરમિયાન ઈજા પણ પહોંચી હતી. કોર્ટે તેમને થયેલી ઈજાઓ તેમજ તેમની જુબાનીને માન્ય રાખીને પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ઈજા પામેલા પત્રકાર સુરેશ વણોલને રુ. ૧૦,૦૦૦, જેમની ગાડી સળગાવી દેવાઈ હતી તેવા બાબુજી ઠાકોરને રુ. ૧ લાખ તેમજ ધારાસભ્ય ઋષિકેશ પટેલને ૪૦,૦૦૦ રુપિયાનું વળતર આપવા આદેશ કર્યો છે.
મહત્વનું છે કે, હાર્દિક પટેલ ૨૫ ઓગસ્ટથી અનામત આંદોલનને ફરી સક્રિય બનાવવા કાર્યક્રમ શરુ કરવાનો હતો. જોકે, તેના વીસેક દિવસ પહેલા જ કોર્ટે હાર્દિકને એક કેસમાં દોષિત ઠેરવ્યો છે. હાર્દિક પટેલ સામે સુરત તેમજ અમદાવાદમાં રાજ્યદ્રોહના કેસ તેમજ બીજા કેટલાક સ્થળોએ પણ જાહેરનામાનો ભંગ કરવાના કેસ પણ ચાલી રહ્યા છે. જેના માટે તે અવારનવાર કોર્ટમાં હાજરી પુરાવવા પણ જાય છે.
પાટીદાર અનામત આંદોલનની સૌપ્રથમ રેલી મહેસાણામાં અને પછી વિજાપુરમાં કાઢવામાં આવી હતી. જે શાંતિપૂર્ણ રહી હતી. જોકે, વિસનગરમાં કાઢવામાં આવેલી રેલી દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. આ મામલે હાર્દિક, લાલજી પટેલ સહિતના લોકો સામે કેસ થયો હતો. કોર્ટે આ કેસમાં લાલજી, હાર્દિક સહિત ત્રણ લોકોને દોષિત ઠેરવી બાકીના ૧૪ લોકોને નિર્દોષ છોડી મૂક્યા છે.
વિસનગરમાં વિશાળ રેલી યોજીને ભાજપના સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસે આવેદનપત્ર આપવા જતા તોફાની ટોળાએ ધારાસભ્યની ઓફિસમાં હલ્લાબોલ કરીને તોડફોડ કરી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ રહેલા ટીવી ચેનલોના કેમેરા ઝૂંટવીને તોડફોડ કરતા ભારે હંગામો મચી ગયો હતો. પોલીસે ટોળાંને વિખેરવા હળવો લાઠીચાર્જ કરીને ટીયરગેસના ૧૩ રાઉન્ડ છોડતાં ભાગદોડ મચી ગઈ હતી.
ટોળાએ ધારાસભ્યના કાર્યાલય બહાર પડેલી કારને સળગાવીને રોડ પર પાર્ક કરેલા વાહનોને તોડફોડ કરતા તોફાની ટોળાંને કાબૂમાં લેવા માટે ૬ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લીધા બાદ ટોળાં સામે લૂંટ અને હુમલાની ફરિયાદ નોંધીને તોફાની શખસોને પકડવાની તજવીજ હાથ ધરી હતી.વિસનગરમાં બે વર્ષ પહેલાં પાટીદાર અનામત આંદોલનની રેલી બાદ ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયમાં થયેલી તોડફોડના કેસમાં ધારાસભ્યને સાક્ષી બનાવવા તેમજ રાયોટિંગની કલમનો ઉમેરો કરવા મુકાયેલી સરકારી વકીલની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
આ ઉપરાંત, ધારાસભ્યને સાક્ષી બનાવતાં આ કેસમાં નવો વળાંક આવ્યો હતો. કોર્ટે ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાજપના ધારાસભ્ય ઋષિકેશ અકીલા પટેલની ઓફિસમાં તોડફોડના મામલે હાર્દિક પટેલ અને લાલજી કનિદૈ લાકિઅ પટેલ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું. જેમાં હાર્દિક સહિત સાત જણા વિસનગર કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે રૂ.૫૦૦૦૦ જામીન મેળવીને વોરંટ રદ્દ કરાવ્યા હતા.