પાકિસ્તાન છાવણીમાં ફેરવાયું: ઈમરાન ખાનની પાર્ટી જોરમાં
પાકિસ્તાનમાં આજે નવી સરકાર માટે મતદાન થશે. પાકિસ્તાનના સાત દાયકાના ઈતિહાસમાં પહેલી વખત સતત બીજીવાર લોકતાંત્રિક રીતે સતાનું હસ્તાંતરણ થઈ રહ્યું છે. ચુંટણીમાં સંભવિત હિંસાને જોતા પાકિસ્તાન છાવણીમાં બદલાઈ ગયું છે. લાહોર, કરાંચી, ઈસ્લામાબાદ જેવા મોટા શહેરોમાં સલામતીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. રાજધાનીમાં ૨૫ એસપી, ૫૦ ડીએસપી, ૨૦૦થી વધુ ઈન્સ્પેકટર સહિત ૩૫ હજાર પોલીસ કર્મચારીઓની ટુકડી નિયુકત કરાઈ છે. દરેક બુથ પર સૈન્ય અને રેન્જર્સના જવાનો સિવાય પોલીસ કર્મચારીઓને પણ ગોઠવાયા છે. ચુંટણી પૂર્વ કરાયેલા સર્વેમાં ઈમરાન ખાનની પાર્ટી સતા મેળવે તેમ મનાઈ રહ્યું છે.
પાકિસ્તાનમાં ૧૦૬ મિલિયન વોટર રજિસ્ટર થયેલા છે. ૮૫ હજાર પોલીંગ બુથ સવારે ૮:૦૦ વાગ્યે શ‚ થઈ જશે અને સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદાનનો લાભ પાક.નાગરિકો લઈ શકશે. મતદાનના ૨૪ કલાક બાદ મતગણતરી શ‚ થશે. ચુંટણી અગાઉ થયેલા એક સર્વે પ્રમાણે ક્રિકેટર ઈમરાન ખાનની પાર્ટી આ ચુંટણીમાં સારો દેખાવ કરે તેવી સંભાવના છે. ૧૯૪૭માં ભારતથી છુટા પડેલા પાકિસ્તાનમાં ઘણા બધા કાયદા બદલાઈ ગયા છે. નાગરિકતાનો કાયદો પણ બદલાયો છે.અગાઉ સૈન્યના નેજા હેઠળ જીવતું પાકિસ્તાનમાં હવે લોકતાંત્રિક સતાનું હસ્તાંતરણ થશે શું આ બદલાવને સૈન્ય સ્વિકારી શકશે ?
નિષ્પક્ષ ચુંટણીના પાકિસ્તાનના દાવા પર હવે સવાલ ઉઠી રહ્યા છે. અનેક વિશ્ર્લેષક પત્રકાર સિવાય પાક.ના માનવાધિકાર પંચે ચુંટણીમાં હેરાફેરીના જબરદસ્ત, આક્રમક અને ખુલ્લા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો છે. ચુંટણીમાં નવાઝ શરીફ અને પાકિસ્તાન ઈન્સાફના ઈમરાન ખાન પંજાબથી ચુંટણી લડી રહ્યા છે. હવે દરેકની નજર ચુંટણીના પરીણામ પર છે કે આવનાર સમયમાં સતાનું સુકાન કોણ સંભાળશે ? લોકસભા ચુંટણીમાં ૧૦.૫ કરોડ મતદારો ભાગ લેશે. મતદાન માટે ૮૫ હજારથી વધુ પોલીંગ બુથ બનાવાય છે. મહિલાઓ માટે અલગ બુથ પણ બન્યા છે. ૨૦૧૩ની ચુંટણીમાં ૫૫ ટકા મતદાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં લોકતાંત્રિક રીતે સતાનું હસ્તાતરણ થઈ રહ્યું છે ત્યારે આતંકવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ જે મુંબઈના આતંકવાદી હુમલાની મુખ્ય સુત્રધાર માનવામાં આવે છે તેને આ ચુંટણીના પરીણામ બાદ પોષણ મળશે કે આતંકવાદી પ્રવૃતિઓનો નાશ થશે તે જોવું રહ્યું.